
છોટાઉદેપુર જીલ્લા કઈઇ પોલીસે ઝોઝ પોલીસ મથક વિસ્તાર માંથી ઈકો ગાડીમાં લઈ જવાતોરૂ ૮૨,૩૫૦ ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે. છોટાઉદેપુર સરહદી જીલ્લો હોવાથી દારૂ ની ઘૂસણખોરી રોકવા પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે આ સફળતા મળી હતી.
જીલ્લા કઈઇ ટીમ ઝોઝ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, એક ઈકો ગાડીમાં દારૂ નો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે ઝોઝ પાસે વોચ ગોઠવી હતી.
વોચ દરમિયાન બાતમી મુજબની GJ 16 BG 0174 નંબરની ઈકો ગાડી આવતા તેને રોકીને તલાશી લેવાઈ હતી, જેમાં થી Rs. 82,350 ની કિંમતની વિદેશી દારૂની કુલ 610 બોટલો મળી આવી હતી.
પોલીસે વિદેશી દા, ઈકો ગાડી અને મોબાઈલ ફોન મળી કુલ .૨,૮૭,૩૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના કઠિવાડા તાલુકાના મોટી વડોઈ ગામના રામસિંગભાઈ મંગલાભાઈ ચૌહાણ અને વિકેશભાઈ રતનસિંગભાઈ ચૌહાણની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.