સંખેડા તાલુકાના બહાદરપુર પાસે મહાદેવ મંદિર નજીક નદીના પટમાં વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર રેતી ખનન થઇ રહ્યું છે. ટ્રેક્ટરો મારફતે રેતી ખોદાતી હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો છે. ગ્રામજનોની રજૂઆતને પગલે ખાણ ખનીજ ખાતાના કર્મચારીઓ તપાસ અર્થે દોડી ગયા હતા.
ખાણ ખનિજ ખાતાના કર્મચારીઓએ જણાવ્યું છે કે, જો કોઇ ગેરકાયદેસર ખોદકામ કરતાં ઝડપાય તો કાર્યવાહી કરાશે. સંખેડા તાલુકાના બહાદરપુર ગામ પાસેથી ઓરસંગ નદી પસાર થાય છે. અહીં પસાર થતી ઓરસંગ નદીના કિનારાના વિસ્તારમાં ઘણા સમયથી રેતીના થર પથરાયેલા છે.
આ રેતીના થર ઉપર રેતી માફીઓનો ડોળો હતો. અહીંયા કિનારા પાસે મહાદેવજીનું પ્રાચીન મંદિર આવેલું છે. મંદિર પાસે પગથિયાં ઉતરતાં જ રેતી ખનન થયેલું છે. આ ઉપરાંત અહીંયા આવેલી રેતીની લીઝ તેમજ સ્ટોક બાબતે પણ ઘણા સમયથી ચર્ચાઓ છે.
રવિવારે સાંજે અહીં ગેરકાયદેસર થયેલા રેતી ખનન મામલે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. ગેરકાયદેસર રેતીખનનને કારણે ભવિષ્યમાં કિનારાના વિસ્તારમાં ધોવાણ વધવાની શક્યતાને લઈને ગ્રામજનોમાં વ્યાપક રોષ ફેલાયો હતો.
ગ્રામજનો દ્વારા ખાણ ખનીજ ખાતાના કર્મચારીઓને જાણ કરાતાં અત્રે ખાણ ખનીજ ખાતાના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને કિનારાના વિસ્તારમાં એકત્ર થયેલા સ્થાનિકોની રજૂઆતો સાંભળી હતી.
સ્થાનિકોની એક જ વાત હતી કે, અહીંયા ગેરકાયદેસર રેતીખનન ટ્રેક્ટર મારફતે થયેલું છે તે ઝડપવામાં આવે, કસૂરવારો સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ જે રેતીનું ખોદકામ થઈ ગયું છે એ ખાડા પૂરવામાં આવે.
ઓરસંગના પટમાં પોઇન્ટ મૂકવામાં આવ્યો ગ્રામજનોએ જાણ કરતાં બહાદરપુર ઓરસંગ નદી કિનારે પહોંચ્યા હતા. અહીંયા ગ્રામજનોનો આક્ષેપ હતો કે ટ્રેક્ટર મારફતે ગેરકાયદેસર રેતીખનન થાય છે. જેથી અહીંયા રેતી ચોરી અટકાવવા માટે એક પોઇન્ટ મૂકવામાં આવ્યો છે.: – સંજય નિનામા, ખાણખનિજ ખાતાના કર્મચારી
ગેરકાયદે રેતીખનન થાય તો ખાણખનીજનાકર્મીઓના પગારમાંથી સરકાર વસૂલાત કરે અગાઉ ત્રણ વખત ફરિયાદ કરી હતી. પણ કોઈ પગલાં ન ભરાતાં અમે સૌએ ભેગા થઈખાણખનિજ ખાતાને જાણ કરી હતી. અમારી તો એવી માંગ છે કે, ભવિષ્યમાં અહીંયાગેરકાયદેસર રેતીનું ખોદકામ ન થાય, જે ગેરકાયદેસર ખોદકામ કરનારા છે, એમનીસામે કાર્યવાહી કરવામાં આવે, જે ગેરકાયદેસર ખોદકામ થવાથી ખાડા પડયા છે, તેપૂરવામાં આવે તેમજ ભવિષ્યમાં ગેરકાયદેસર રેતીખનન થાય તો ખાણખનિજ ખાતાનાકર્મચારીઓના પગારમાંથી સરકાર વસૂલાત કરે.:- જીત દેસાઈ, સ્થાનિક, બહાદરપુર…