
ધરેલુ હિંસાના કેસમાં સંજેલી કોર્ટમાંથી મહિલા પોલીસ કોન્સ્ટેબલનુ અપહરણના ત્રણ વર્ષ અગાઉના કેસમાં સંજેલી કોર્ટે પિતા-પુત્ર અને પતિને ત્રણ વર્ષની સજાનો હુકમ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૧૯/૦૮/૨૦૨૩ના રોજ ફરિયાદી મહિલા કોન્સ્ટેબલ ઉર્વશીબેન જયેશભાઈ ખુમાભાઈ પટેલ(રહે.તોયણી, નિશાળ ફળિયુ,તા.દે.બારીઆ)એ તેમના પતિ વિરુદ્ધ સંજેલી કોર્ટમાં ધરેલુ હિંસા સંદર્ભે અરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન ઉર્વશીબેન કોર્ટમાં હાજર થયા હતા. તે સમયે તેમના પતિ જયેશ ખુમાભાઈ પટેલ, પિતા ભીમસિંહ મનગભાઈ પટેલ અને ભાઈ મથુર તેમને કોર્ટ પરીસરમાંથી બળજબરીપુર્વક કારમાં અપહરણ કરીને તેમની સાસરી તોયણી ગામે લઈ ગયા હતા. જે અંગેની જાણ થતાં પોલીસે ત્રણેયને ઝડપી પાડી કોર્ટમાં ચાર્જશીટ સાથે રજુ કર્યા હતા. જે અંગેનો કેસ સંજેલી કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને ત્રણેય આરોપીઓને ત્રણ વર્ષની સજા તથા દરેકને .૧ હજારનો દંડ ફટકાર્યો છે.