સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં ભડકો, ૧૫ કોર્પોરેટરોના રાજીનામાથી હડકંપ મચ્યો

સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકામાં ભડકો થયો છે. ભાજપ પ્રમુખના સભ્યોએ સામૂહિક રાજીનામાનો પત્ર મોકલ્યો છે. સામૂહિક રાજીનામાનો સહીવાળો પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હોબાળો મચી ગયો છે. મહિલા પ્રમુખ અનિતા પાંડ્યા અને તેમના પતિ સામે મનમાનીના આક્ષેપ કરવામાં આવ્યા છે.

પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખપદ માટે શરૂઆતથી જ વિવાદનો માહોલ હતો. હવે ૧૫ કોર્પોરેટરોના વિરોધના રાજીનામાની વાતના લીધે ભાજપ સંગઠન પણ ચોંકી ઉઠ્યું છે. ડેમેજ કંટ્રોલની કવાયત તેજ બની ગઈ છે. ૧૯માંથી ૧૫ કોર્પોરેટરોએ પ્રમુખ સામે રાજીનામુ ધર્યુ છે.

હજી મહિના પહેલાં તો માંડ ચૂંટણી થઈ અને તાજેતરમાં હોદ્દેદારોની નિમણૂક થઈ છે. હવે હોદ્દેદારોની નિમણૂકને હજી મહિનો પણ માંડ થયો છે ત્યારે આ બબાલથી પક્ષની શાખ પર સવાલ ઊભો થયો છે.