
રાજ્યમાં ડ્રગ્સ વિરોધી અભિયાન વચ્ચે સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે છેલ્લા ૮ મહિનામાં ૪૭ ડ્રગ્સ સંબંધિત કેસોમાં સજા ફટકારી છે. સામાન્ય રીતે એનડીપીએસ કેસોમાં ટ્રાયલ વર્ષો સુધી ચાલતા હોય છે, કારણ કે તેમાં પુરાવાની તપાસ અને કાનૂની પ્રક્રિયા અત્યંત કડક હોય છે. આવા સમયમાં ટૂંકા ગાળામાં આટલી સંખ્યામાં દૃોષિત ઠરાવા ન્યાયિક સિસ્ટમ માટે મહત્વપૂર્ણ વિકાસ માનવામાં આવે છે.
આ આંકડો માત્ર સંખ્યા નથી, પરંતુ સંદૃેશ છે તપાસ એજન્સી, પ્રોસિક્યુશન અને કોર્ટ તંત્ર વચ્ચે વધુ સંકલન અને જવાબદૃારી સાથે કામગીરી થઈ રહી છે. રાજ્યમાં ડ્રગ્સ વિરુદ્ધની લડત હવે વધુ કાનૂની રીતે મજબૂત, ટેક્નિકલ રીતે સચોટ અને ઝડપી દિશામાં આગળ વધી રહી છે.