
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણી ૧૬ ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. વિધાનસભા દ્વારા આ અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદૃેથી રાજીનામું આપ્યા પછી આ જગ્યા ખાલી પડી હતી. હવે આ પદ માટે ચૂંટણી યોજવામાં આવી રહી છે.
વિધાનસભા ઉપાધ્યક્ષ પદૃની ચૂંટણીને લઈને રાજ્યની રાજનીતિમાં ચહલપહલ તેજ બની છે. શાસક પક્ષ અને વિપક્ષ બંનેએ પોતાના ઉમેદૃવારોને મેદૃાનમાં ઉતારતાં સ્પર્ધા રસપ્રદૃ બનવાની શક્યતા છે.શાસક પક્ષ એ સિનિયર નેતા અને પૂર્વ મંત્રી નું નામ ઉપાધ્યક્ષ પદ માટે જાહેર કર્યું છે. સુરત પશ્ર્ચિમના ધારાસભ્ય અને ઓબીસી નેતા તરીકે ઓળખાતા પૂર્ણેશ મોદૃી ૧૧ વાગ્યે વિધાનસભામાં ફોર્મ ભર્યું છે . પક્ષ દ્વારા તેમને ઉપાધ્યક્ષ પદૃની જવાબદૃારી સોંપવામાં આવી છે. અગાઉથી દૃક્ષિણ ગુજરાતમાંથી ઉપાધ્યક્ષ બનાવવાની ચર્ચા ચાલી રહી હતી જે હવે પૂર્ણેશ મોદૃીના નામ સાથે સ્પષ્ટ થઈ છે. ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ તેમજ કામકાજ સલાહકાર સમિતિના સભ્યો હાજર રહૃાાં હતાં
ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં આજે આખો દિવસ આ ઘટનાને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. હવે સત્તાવાર જાહેરાત બાદૃ ગુજરાત વિધાનસભાને નવા ઉપાધ્યક્ષ મળશે. જો કોઈ ઉમેદૃવાદૃ બિનહરીફ ચૂંટાઈ આવે છે તો તો આવનારા સત્રોમાં ગૃહના કારોબાર સંચાલનમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહે છે. વિધાનસભાના નિયમો અનુસાર ઉપાધ્યક્ષ ગૃહના સંચાલનમાં અધ્યક્ષને સહયોગ આપે છે અને અધ્યક્ષની ગેરહાજરીમાં ગૃહની કાર્યવાહી સંભાળે છે.