
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓ અને વધતી જતી મોંઘવારી સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદૃર્શન કરવામાં આવ્યું હતું. પાકના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાની સ્થિતિને ઉજાગર કરવા કાર્યકરોએ પ્રતીકાત્મક રીતે માત્ર ૧ પિયે કિલો ડુંગળીનું વેચાણ કર્યું હતું. જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ અને સ્થાનિક પ્રમુખોની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દૃરમિયાન કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું કે,ડીએપી અને એનપીકે જેવા ખાતરોની થેલી પર એકસાથે ૭૦૦ પિયાનો વધારો કરીને ખેડૂતોને પાયમાલ કરવામાં આવ્યા છે. એક વિઘે ખેતીનો ખર્ચ ૧૦,૦૦૦ પર પહોંચી ગયો છે, જ્યારે મગફળી અને ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. આને કારણે ખેડૂતોને વિઘે ૨૦ થી ૨૧ હજાર પિયાનું નુકસાન થઈ રહૃાું છે. ટેકાના ભાવમાં માત્ર ૫૦નો વધારો થયો છે, જે મજાક સમાન છે.
કોંગ્રેસના નેતાઓએ કહૃાું કે ખેડૂતો જગતના આધાર છે, પરંતુ તેઓને તેમના કાચા સોના (પાક)ની િંકમત માટે હંમેશા સંઘર્ષ કરવો પડે છે. પૂરતો ભાવ ન મળતા ખેડૂતોને તેમની મહેનત રોડ પર ફેંકવી પડે છે. આવી સ્થિતિમાં ઉપલેટામાં કોંગ્રેસે ખેડૂતોની વહારે આવવા માટે આ આશ્ર્ચર્યજનક કાર્યક્રમ યોજ્યો હતો.
વધુમાં, મુખ્યમંત્રીના કાર્યક્રમો માટે ૨૪૦૦ જેટલી એસટી બસો ફાળવીને સામાન્ય જનતાને હાલાકીમાં મૂકવામાં આવી છે અને સરકારી નાણાંનો દૃુરુપયોગ કરવામાં આવતો હોવાની ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે સરકારી કાર્યક્રમોમાં લાખો પિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોની વહારે કોઈ નથી આવતું તેવા આક્ષેપ પણ કર્યા હતા. ડુંગળી અને મગફળીમાં ખેડૂતોને હંમેશા અન્યાય થયો છે અને આ અન્યાય સામે હવે કોંગ્રેસે વિરોધ પ્રગટ કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ પ્રદૃર્શનની સરકાર પર શું અસર થશે, તે એક મોટો યક્ષ પ્રશ્ર્ન છે.