અમદાવાદ શહેર પોલીસ ફરી એકવાર પોતાની ઝડપી કામગીરી અને સતર્કતાને લઈને ચર્ચામાં આવી છે. પોલીસ પ્રજાનો મિત્ર છે આ સૂત્રને સાચું સાબિત કરતી ઘટના કાગડાપીઠ પોલીસ મથક વિસ્તારમાં સામે આવી છે, જ્યાં આશરે ૨૦ લાખ પિયાના દૃાગીના ભરેલો લેડીઝ પર્સ મહિલાને કલાકોમાં પરત આપ્યું હતું.
રાજસ્થાનની રહેવાસી મંજુબેન ચૌધરી પોતાના પરિવાર સાથે પુણે જવા માટે અમદાવાદ આવ્યા હતા. તેઓ મેમ્કોથી કાલુપુર અને ત્યારબાદ ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ સુધી ઓટોરિક્ષામાં મુસાફરી કરી રહૃાા હતા. મુસાફરી દરમિયાન ઉતાવળમાં તેઓ પોતાનો લેડીઝ પર્સ ઓટોમાં જ ભૂલી ગયા હતા.
મહિલાને થોડા સમય બાદૃ પર્સ ગુમ થયાની જાણ થતાં જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે પર્સમાં આશરે ૧૩ તોલા સોનાના દૃાગીના, ૧ કિલો ચાંદૃીના દૃાગીના અને ૫ હજાર પિયાની રોકડ રકમ હતી. કુલ મળીને અંદૃાજે ૨૦ લાખ પિયાનો મુદ્દામાલ પર્સમાં હતો.
સમગ્ર મામલે મહિલાએ કાગડાપીઠ પોલીસનો સંપર્ક કરતા જ પોલીસે તરત જ તપાસ શ કરી હતી. કાગડાપીઠ પોલીસ મથકની ટીમ અને સર્વેલન્સ સ્કોડે વિસ્તારના ઝ્રઝ્ર્ફ ફૂટેજ ચેક કર્યા હતા. સાથે સાથે હૃાુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદૃદૃથી ઓટોરિક્ષાનો નંબર શોધી કાઢવામાં આવ્યું હતું.
પોલીસે ગણતરીના કલાકોમાં જ ઓટોરિક્ષા ચાલક સુધી પહોંચી પર્સ શોધી કાઢ્યું હતું. સૌથી મહત્વની વાત એ રહી કે પર્સમાં રહેલા તમામ સોના-ચાંદૃીના દૃાગીના અને રોકડ રકમ સુરક્ષિત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદૃ પોલીસે સમગ્ર મુદ્દામાલ મહિલાને પરત આપ્યું હતું.
કાગડાપીઠ પોલીસ મથકના પી.આઈ એસ.એ ગોહિલે જણાવ્યું હતું કે મહિલાની અરજી મળતા જ પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ, સર્વેલન્સ અને હૃાુમન સોર્સની મદૃદૃથી ઓટોરિક્ષાની ઓળખ કરી ઝડપથી પર્સ શોધી કાઢવામાં આવ્યું હતો. શહેર પોલીસ નાગરિકોની સુરક્ષા અને વિશ્ર્વાસ જાળવવા માટે પ્રતિબદ્ધ છે. પર્સ અને દૃાગીના પરત મળતા મહિલાએ અમદૃાવાદૃ શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.