
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની બેઠકમાં અધિકારીઓ તેમજ મંત્રીઓને સૂચન કરવામાં આવ્યા છે.
ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં સરકારના ખર્ચમાં મિતવ્યયિતા લાવવા અને કાર્યક્ષમતામાં વધારો કરવા મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને બિનજરૂરી ખર્ચ ટાળવા ખાસ સૂચના આપી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારી કાર્યક્રમોમાં વધુ પડતો દૃેખાવ, ભવ્ય આયોજન અથવા અનાવશ્યક ખર્ચ ટાળવો જોઈએ. જાહેર નાણાંનો ઉપયોગ પ્રજાહિત અને વિકાસલક્ષી કાર્યોમાં વધુ અસરકારક રીતે થાય તે માટે વિભાગોએ જવાબદૃારીપૂર્વક આયોજન કરવું જરી છે.
કેબિનેટ બેઠક દરમિયાન સરકારી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમ વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓ અને કર્મચારીઓ માટે અમલમાં રહેલી અથવા શક્ય વર્ક ફ્રોમ હોમ પદ્ધતિની સમીક્ષા કરવા સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિકાસના કામો, જાહેર સેવાઓ અને રોિંજદૃી શાસકીય કામગીરી પર કોઈ અસર ન થાય તે રીતે જ નિર્ણય લેવામાં આવે.
સૂત્રો અનુસાર, સરકાર આગામી સમયમાં ખર્ચ નિયંત્રણ અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગોમાં નવી માર્ગદર્શિકા પણ જાહેર કરી શકે છે. રાજ્ય સરકારનો ઉદ્દેશ વધુ પારદૃર્શક અને જવાબદૃાર શાસન વ્યવસ્થા ઉભી કરવાનો હોવાનું માનવામાં આવે છે.