જૂનાગઢમાં જવાહર ચાવડા અને ગોપાલ ઇટાલિયા સાથે જોવા મળતા રાજકીય સળવળાટ

જૂનાગઢમાં ભાજપના જવાહર ચાવડા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા એકસાથે જોવા મળ્યા છે. પ્રથમ વખત બંને એકસાથે દૃેખાયા છે. સોભાવડલા ગામ ખાતેના જાહેર કાર્યક્રમમાં બંને હાજર રહૃાા હતા. મંદિરના નવનિર્માણ કાર્યક્રમમાં ખાતમુહૂર્ત કર્યુ હતુ. આ કાર્યક્રમમાં સાધુ સંતો પણ હાજર રહૃાા હતા. બંને સાથે દૃેખાતા રાજકીય ચર્ચા શ‚ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયામાં ફોટો વાઇરલ થયો છે.

તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ તેમાં ગોપાલ ઇટાલિયાની આમ આદૃમી પાર્ટીનો દૃેખાવ ઘણો સારો રહૃાો છે. તેમાં સૌરાષ્ટ્રમાં આપે સારો દૃેખાવ કર્યો તેની પાછળ જવાહર ચાવડાનો હાથ હોવાનું માનવામાં આવે છે. આના કારણે ભાજપમાં પણ ખાસ્સો ગણગણાટ જોવા મળી રહૃાો છે. ભાજપના કાર્યકર અને જૂનાગઢની સાવજ ડેરીના સેક્રેટરી દિૃનેશ ખટારિયા તો રીતસરના તેમની સામે પડ્યા છે. તેમણે ત્યાં પક્ષના નબળા દૃેખાવ માટે જવાહર ચાવડાને જવાબદૃાર ઠેરવ્યા હતા. તેમણે દૃાવો કર્યો હતો કે જવાહર ચાવડાએ પીઠ પાછળ ખંજર ભોંક્યું છે.

આ મામલો છેક હાઈ કમાન્ડ સુધી ગયો છે. હાલમાં હાઈ કમાન્ડે અત્યાર સુધી કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ આગામી દિવસોમાં આ મામલો હાથ પર લેવામાં આવી શકે છે.

જો કે જવાહર ચાવડાએ કયા પ્રકારની પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી છે તેની ચકાસણી ચોક્કસ કરાશે. ફક્ત આક્ષેપના આધારે પગલાં નહી લેવાય. તેના પુરાવા મળી જાય તેના પછી તેમને કારણદૃર્શક નોટિસ પાઠવવામાં આવીને કાર્યવાહી કરવામાં આવશે, જે પક્ષના દરેક સભ્ય માટેની સામાન્ય પ્રક્રિયા છે.