રાજ્યના નાગરિકોને વધુ ઝડપી અને પારદર્શક સેવાઓ આપવા માટે ગુજરાત સરકાર ટૂંક સમયમાં સીએમ યુનિફાઇડ પોર્ટલ શરૂકરવાની તૈયારીમાં છે. આ નવી ડિજિટલ વ્યવસ્થા રાજ્યના તમામ વિભાગો, બોર્ડ-નિગમો અને સરકારી કચેરીઓને એક જ પ્લેટફોર્મ પર લાવશે, ગુજરાત સરકારના આ ડિજિટલ પગલાથી સામાન્ય લોકોને અલગ-અલગ ઓફિસોના ચક્કર લગાવવાની જરૂર નહીં રહે.
સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પોર્ટલ એક ‘િંસગલ વિન્ડો સિસ્ટમ તરીકે કાર્ય કરશે. નાગરિકો હવે મોબાઈલ, વેબસાઈટ અથવા હેલ્પલાઇન નંબર દ્વારા ગમે તે વિભાગ સંબંધિત ફરિયાદ અથવા રજૂઆત સરળતાથી નોંધાવી શકશે.
નવી સિસ્ટમની સૌથી મહત્વની ખાસિયત એ રહેશે કે દરેક ફરિયાદ માટે અલગ ‘યુનિક ટ્રેિંકગ નંબર આપવામાં આવશે. જેના દ્વારા અરજદૃાર પોતાની ફરિયાદની સ્થિતિ ઓનલાઈન ચેક કરી શકશે.
ફરિયાદ કયા અધિકારી પાસે છે, કેટલી કાર્યવાહી થઈ અને કેટલા સમયમાં ઉકેલ આવશે જેવી તમામ માહિતી લોકો ઘરે બેઠા જાણી શકશે. સરકાર દ્વારા દરેક વિભાગમાં ખાસ ફરિયાદ નિવારણ અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવશે.
ગુજરાત સરકાર આ પોર્ટલ દ્વારા ફરિયાદૃોના સમયસર નિકાલ પર ખાસ ભાર મૂકી રહી છે. જો નક્કી કરેલી સમયમર્યાદૃામાં ફરિયાદનો ઉકેલ નહીં આવે તો મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચશે અને તેની સમીક્ષા કરવામાં આવશે.
ખાસ કરીને ગામડાઓમાં રહેતા લોકો માટે આ પોર્ટલ આશીર્વાદૃપ સાબિત થઈ શકે છે. અગાઉ નાની રજૂઆત માટે પણ લોકોને તાલુકા કે જિલ્લા કચેરી સુધી લાંબા થવું પડતું હતું, પરંતુ હવે મોબાઈલ અથવા ફોન દ્વારા સેકન્ડોમાં ફરિયાદ નોંધાવી શકાશે.
સરકારનું માનવું છે કે આ નવી વ્યવસ્થાથી વહીવટમાં પારદૃર્શિતા વધશે, ફરિયાદ નિવારણ પ્રક્રિયા ઝડપી બનશે અને લોકોનો સરકાર પર વિશ્ર્વાસ વધુ મજબૂત બનશે.