
કલોલ જીઆઇડીસી પંથકમાં આજે એક કાળજું કંપાવી દૃે તેવી ઘટના સામે આવી છે. અહીંની મફતલાલ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝમાં સફાઈ કામગીરી દરમિયાન ત્રણ શ્રમિકોના કરૂણ મોત નિપજ્યા છે. પાણીનો ભૂગર્ભ ટાંકો સાફ કરવા ઉતરેલા આ શ્રમિકોને ગૂંગળામણ થતા તેઓએ જીવ ગુમાવ્યા છે, જેના પગલે સમગ્ર કલોલ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી વિગતો અનુસાર, કલોલ જીઆઇડીસીમાં આવેલી મફતલાલ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝમાં આજે સવારના સમયે પાણીના ટાંકાની સફાઈની પ્રક્રિયા ચાલી રહી હતી. આ કામગીરી માટે ત્રણ શ્રમિકો ટાંકાની અંદૃર ઉતર્યા હતા. જોકે, અંદૃર ઉતર્યા બાદૃ ત્રણેય શ્રમિકો લાંબા સમય સુધી બહાર ન આવતા અન્ય કર્મચારીઓને િંચતા થઈ હતી. જ્યારે ટાંકાની અંદૃર તપાસ કરવામાં આવી ત્યારે ત્રણેય કામદૃારો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.
પ્રાથમિક અનુમાન મુજબ, ભૂગર્ભ ટાંકાની અંદૃર ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવાથી અથવા કોઈ ઝેરી ગેસના કારણે શ્રમિકો ગૂંગળાઈ ગયા હતા. આ દૃુર્ઘટનામાં અમિત પરીહાર, અમર શ્રીવાસ્તવ અને શિવનાથ દૃુબે નામના શ્રમિકોના મોત નીપજ્યા છે. આ ત્રણેય યુવાન શ્રમિકોના મોતની ખબર મળતા જ તેમના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે.
ઘટનાની જાણ થતા જ કલોલ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દૃોડી આવી હતી. ભારે જહેમત બાદ ત્રણેય મૃતદૃેહોને ટાંકામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું કંપની દ્વારા શ્રમિકોને જરી સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા કે નહીં. હાલ ત્રણેય મૃતદૃેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.