એક સંતાન પરિવાર માટે, એક ધર્મ માટે અને એક રાષ્ટ્ર માટે,આર.પી. પટેલ

મહેસાણાના કડી ખાતે કડવા પાટીદા ૪૨ સમાજ દ્વારા આયોજિત નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલ દરમિયાન વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે પાટીદાર સમાજને લઈને મહત્વપૂર્ણ સંદૃેશ આપ્યો હતો. તેમના નિવેદન બાદ સમાજમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

આર.પી. પટેલે પોતાના સંબોધનમાં કહૃાું કે સમાજના ભવિષ્ય અને સામાજિક સુરક્ષા માટે દરેક પરિવારે ત્રણ સંતાન હોવા જોઈએ. તેમણે કહૃાું કે એક સંતાન પરિવાર માટે, એક ધર્મ માટે અને એક રાષ્ટ્ર માટે હોવું જોઈએ.

તેમણે સમાજમાં વધતા એક સંતાનના વલણ પર િંચતા વ્યક્ત કરી હતી. ખાસ કરીને વિદૃેશ જવાની વધતી ઇચ્છા વચ્ચે પરિવારની સુરક્ષા અને ભવિષ્ય અંગે વિચારવાની જ‚ર હોવાનું તેમણે જણાવ્યું હતું.

આર.પી. પટેલે જણાવ્યું કે સમાજ આર્થિક રીતે મજબૂત બનતો જાય છે, મોટા બંગલાઓ અને સંપત્તિ વધી રહી છે, પરંતુ પરિવાર અને સમાજની રચનાત્મક સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

તેમણે અમદાવાદમાં નિર્માણાધીન ૫૦૪ ફૂટ ઊંચા ઉમિયા માતાના મંદિરનો ઉલ્લેખ કરતા કહૃાું કે આ માત્ર મંદિૃર નથી, પરંતુ સમગ્ર પાટીદાર સમાજને વૈશ્ર્વિક સ્તરે એકતામાં બાંધવાનો પ્રયાસ છે.કાર્યક્રમ દરમિયાન યુવાનોને રમતગમતની સાથે સમાજ નિર્માણ અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ જોડાવાની અપીલ કરવામાં આવી હતી.