નીટ પેપર લીક ઘટનામાં સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કોંગ્રેસની તપાસની માંગ

નીટ પેપર લીક ઘટનામાં ગુજરાત કોંગ્રેસે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ માંગ કરી છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નીટ પેપર લીક ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીને પત્ર લખ્યો છે. તેમણે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની જરાસરખી બેદરકારી કે ગફલતે ૨૨ લાખ જેટલા પ્રતિભાશાળી અને મેધાવી વિદ્યાર્થીઓની કારકિર્દૃીને બરબાદૃ કરી છે. જો તેઓએ બરોબરનું ધ્યાન આપ્યું હોત તો આ પ્રકારનું પેપર લીક કૌભાંડ સર્જાયુ જ ન હોત.

તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે નીટ પેપર લીક કેસને ફક્ત એક કેસ તરીકે ન જોતાં એક રાષ્ટ્રીય વિપત્તિ તરીકે જોવો જોઈએ. પેપર લીકની ઘટનાએ નવ યુવા ડોક્ટરોની એક આખી પેઢીના સપના તોડી નાખ્યા છે. તેથી આખા પ્રકરણની ફક્ત સીબીઆઈ તપાસથી નહીં ચાલે, સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ આ આખા કૌભાંડની ચકાસણી કરવામાં આવે. આ ઘટનામાં દૃોષિત હોય તે બધાની જવાબદૃારી સુનિશ્ર્ચિત કરવામાં આવે અને સામેલ બધી વ્યક્તિઓને કાયદૃા મુજબ આકરી સજા કરવામાં આવે.

તેમણે આ સાથે નીટ યુજી પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ વ્યવસ્થાગત સુધારાની માંગમાંગ કરી હતી, જેથી આ પ્રકારના બનાવનું પુનરાવર્તન ન થાય. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને લીક-પ્રૂફ અને પારદર્શક વ્યવસ્થાનો અધિકાર છે. તેમના આ અધિકાર પર કોઈની પણ તરાપ પડવી ન જોઈએ. વડાપ્રધાનને વિનંતી કે તેઓ આ બનાવમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને વિદ્યાર્થીઓનો વિશ્ર્વાસ ફરીથી સ્થાપિત થાય તે માટેના પગલાં લે.

ઉલ્લેખનીય છે કે નીટ પેપર લીક કેસમાં સીબીઆઈએ અત્યાર સુધીમાં સાત ધરપકડ કરી છે. તેમાથી પાંચ રાજસ્થાનમાંથી પકડાયેલા માંગી લાલ બિન્વાલ, દિનેશ બિન્વાલ, વિકાસ બિન્વાલ, હરિયાણાના ગુરુગ્રામના રહેવાસી યશ યાદવ અને નાસિકના શુભમ ખેરનારની ધરપકડ કરીને તેમને દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બધા આરોપીને સાત દિવસની કસ્ટડીમાં મોકલ્યા છે. સીબીઆઈએ આ ઉપરાંત પુણેથી મનીષા વાઘમારે અને નાસિકથી ધનંજય લોખંડેની ધરપકડ કરી હતી.