મોંઘવારી મેન મોદીએ જનતા પર ભાવવધારાનું હંટર ચલાવ્યુ હોવાનો દાવો કોંગ્રેસે કર્યો

કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને લઈને કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયામાં પણ સરકાર પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયામાં કોંગ્રેસે ટ્વીટ મૂકીને કેન્દ્ર સરકારને બરોબરની સાણસામાં લીધી છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે ચૂંટણી પૂરી થવાની સાથે જ મોદીએ વસૂલી શ‚ કરી દીધી છે. મોંઘવારી મેન મોદૃીએ જનતા પર ભાવવધારાનું હંટર ચલાવ્યુ હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે.

કોંગ્રેસે જણાવ્યું હતું કે આ તો ચૂંટણીનો આભાર માનો કે કેન્દ્ર સરકારે તેના કારણે તેના કારણે ભાવવધારો રોકી રાખ્યો હતો. જો ચૂંટણી હોત જ નહીં તો કેન્દ્રએ ૧૫ મે નહીં પણ ૨૮મી ફેબ્રુઆરીએ યુદ્ધ શ‚ થતાં પહેલી માર્ચના રોજથી પેટ્રોલ-ડીઝલના ભાવનો વધારો કરી દૃીધો હોત. તેમની પાસે તો યુદ્ધના સ્વ‚પમાં સબળ બહાનું હતું. કોંગ્રેસે જણાવ્યું હતું કે હવે વિચારો કે ક્રૂડ ઓઇલનો ભાવ ૧૨૦ ડોલર થતાં કેન્દ્રને પ્રતિ લિટર ૯૪ ‚પિયે પેટ્રોલ આપવું પોષાતું નથી. જ્યારે આ અગાઉ યુપીએની સરકાર ૨૦૦૯માં હતી તે સમયે કોંગ્રેસે સબ પ્રાઇમ કટોકટીમાં ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૧૪૭ ડોલરને સ્પર્શી ગયો હોવા છતાં પણ ૭૦ રૂપિયાની આસપાસના ભાવે પેટ્રોલ આપ્યું હતું અને લોકો પર જરા પણ મોંઘવારીનો માર પડવા દૃીધો ન હતો. તે સમયે એક-એક ‚પિયાના ઉહાપોહને લઈને ભાવવધારો મચાવતું ભાજપ આજે ચૂપ છે. ક્રૂડ ઓઇલ ૧૦૦ ડોલરને પાર શું ગયુ તંત્ર આખુ હલી ગયું.

જ્યારે વર્તમાન સરકારને લોકો મોંઘવારીનો સામનો કરે તેની િંચતા નથી. લોકોની તકલીફોની પરવા નથી. સરકાર ઇચ્છે તો પણ તે અમારા સમયની જેમ ઓઇલ બોન્ડ જારી કરીને ઓઇલ કંપનીઓની ખોટનો બોજો પ્રજા પર જતાં અટકાવી શકે છે. જો ક્રૂડ ઓઇલનો ખર્ચ લોકો પર પસાર ન કરાય અને સરકાર વેઠી લે તો દરેક સ્તરે મોંઘવારી રોકી શકાય છે, પરંતુ જો સરકાર આ ખર્ચ લોકો પર પાસ કરે તો પ્રજા પર કમરતોડ મોંઘવારીનો માર પડે છે.

કોંગ્રેસે જણાવ્યા મુજબ અમને લાગે છે કે આ તો મોંઘવારીનો માર પડવાની હજી શ‚આત છે. હજી આ વધારો આગળ વધશે તો આશ્ર્ચર્ય નહીં લાગે. સરકાર પોતે જ જણાવી રહી છે કે તેને પેટ્રોલમાં પ્રતિ લિટર ૨૦ અને ડીઝલમાં ૪૦ ‚પિયાની ખોટ જઈ રહી છે. આ બોજો વહેલાં કે મોડા ચોક્કસપણે પ્રજાના માથે મારવામાં આવે તેવી સંભાવના છે. લોકોએ પેટ્રોલ-ડીઝલમાં અહીંથી કમસેકમ પ્રતિ લિટર રૂ. ૧૦ના વધારાને સમજીને જ તૈયારી કરવી જોઈએ. આગામી મહિનાઓ સરકાર માટે કપરા હોય કે ન હોય, પરંતુ પ્રજા માટે તો ચોક્કસ કપરા જ છે.