મદદનીશ જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, સુરત પોતાની અખબારી યાદીમાં જણાવે છે કે રાજ્યના તમામ જીલ્લાઓમાં વસવાટ કરતાં પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓના સંતાનો કે જેઓ સુરત ખાતે આવેલ શૈક્ષણીક સંસ્થાઓમાં ધોરણ 8 કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે પિતાએ જીલ્લા સૈનિક કલ્યાણ અને પુન:વસવાટ કચેરી હસ્તકના ગૌરવ સેનાની ભવન ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવેલ છે.
આ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓના માતા-પિતાએ જીલ્લા સૈનિક કલ્યાણ અને પુન:વસવાટ કચેરી, ગૌરવ સેનાની ભવન, અભિનંદન રેસિડેન્સીની,સરથાણા, સુરતનો રૂબરૂ સંપર્ક કરી પ્રવેશ મેળવવા અંગેનું ફોર્મ મેળવી ને સત્વરે જમા કરવા તેમજ વધુ વિગત માટે ટેલિફોન નંબર 0261-2913820/9426802820 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.