
પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ ગામ પાસેથી પસાર થતી ભારજ નદી પર બનાવેલા ડાયવર્ઝન પર ભુવો પડી જતાં વાહન વ્યવહાર માટે જોખમ ઉભુ થયુ છે. ભારજ નદી પર આવેલો મુખ્ય બ્રિજ હાલ બંધ હોવાથી તમામ પ્રકારના નાના-મોટા વાહનોની અવર જવર વૈકલ્પિક ડાયવર્ઝનથી જ થઈ રહી છે. આ માર્ગ પાવીજેતપુર અને કદવાલને જોડતો મુખ્ય રસ્તો હોવાથી અહિંથી રોજબરોજ સેંકડો ભારે વાહનો પણ પસાર થતાં હોઈ મોટો ભુવો પડી જતા રસ્તો જોખમી બન્યો છે. ડાયવર્ઝન પર પડેલા ખાડાના કારણે રાતના સમયે વાહનો ખાબકવાનો ભય સોૈથી વધુ રહેલો છે. અકસ્માતની વધતી જતી શકયતાઓને જોતા સ્થાનિક રિ!શો અને વાહનચાલકોએ વહીવટી તંત્ર સમક્ષ માંગ કરી છે કે, આ બાબતને ગંભીરતાથી લઈ લોકહિતમાં આ ભુવાનુ તાત્કાલિક ધોરણે રિપેરીંગ કામ શ કરાય જેથી કોઈ મોટી જાનહાનિ નિવારી શકાય.