છોટાઉદેપુર નગરપાલિકાના સત્તા‚ઢ પ્રમુખ મંજુલાબેન કોલીનો જાતિનો દાખલો રદ્દ કરવા હુકમ કરાયો

છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલીનો જાતિનો દાખલો વિભાગીય વિશ્ર્લેષણ સમિતિ દ્વારા રદ્દ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

છોટાઉદેપુર પાલિકા પ્રમુખ તરીકે સત્તા‚ઢ મંજુલાબેન કોલીનો અનુસુચિત જાતિનો દાખલો રદ્દ કરવા વિભાગીય વિશ્ર્લેષણ સમિતિ વડોદરા દ્વારા હુકમ કર્યો છે. વિભાગીય વિશ્ર્લેષણ સમિતિ દ્વારા ૧૯૯૯ અને ૨૦૦૦ના જાતિ પ્રમાણપત્ર રદ્દ કર્યા છે. છોટાઉદેપુર પાલિકાની ચુંટણી ગત વર્ષે યોજાઈ હતી. જેમાં એસ.ટી.અનામત બેઠક પરથી વોર્ડ નં.-૪ માંથી મંજુલાબેન ચુંટણી જીત્યા હતા. પરંતુ અરજદાર દ્વારા અરજી કરતા તેનો કેસ ચાલી જતાં વિભાગ વિશ્ર્લેષણ સમિતિ દ્વારા તપાસ કરાતા મોટો નિર્ણય લીધો છે. રાઠવા મંજુલાબેન છત્રસિંહભાઈ સામે નાયકા વિજયભાઈ નાનીયાભાઈ (રહે.સઈદનગર, છોટાઉદેપુર)દ્વારા તા.૨૪/૩/૨૫ ના રોજ વિભાગીય વિશ્ર્લેષણ સમિતિ ખાતે વિગતો સાથે અરજી કરી હતી. જેમાં જણાવ્યા મુજબ છોટાઉદેપુર વોર્ડ નં.-૪માં અનુસુચિત જનજાતિ સ્ત્રી રિઝર્વ સીટ હોઈ તા.૫/૨/૨૫ ના રોજ છોટાઉદેપુર નગરપાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીમાં મંજુલાબેન કોલી પ્રમુખ તરીકે ઉમેદવારી કરી ચુંટાઈ આવ્યા હતા. અરજી મુજબ નાયકા વિજયભાઈએ જણાવ્યુ કે, પાલિકા પ્રમુખ તરીકે ચુંટાયેલા મંજુલાબેન કિસનભાઈ કોલી ખોટા જાતિ પ્રમાણપત્ર કઢાવી લાભ મેળવી અને એસ.ટી.બીજા ઉમેદવારોના હકક માર્યા હતા. જેની સામે શિક્ષાત્મક પગલા ભરવા અને ફોજદારીનો ગુનો નોંૅધી કાર્યવાહી કરવા, મંજુલાબેન કોલી પાલિકાના ૨૦૨૫માં થયેલી ચુંટણીનુ પરિણામ રદ્દ કરવા વિનંતી કરી હતી. જેની તપાસ કરી વિશ્ર્લેષણ સમિતિએ હુકમ કર્યો કે, મંજુલાબેન કોલીના બંને પ્રમાણપત્રો રજુ કર્યા હતા. તે રદ્દ કરવા અને મામલતદાર દ્વારા મંજુલા કોલી પાસે બંને જાતિના પ્રમાણપત્રો જપ્ત કરી રદ્દ કરેલુ અને જપ્ત કરેલુ તેના પ્રમાણોનો સિકકો મારી પ્રમાણપત્ર પોતાના હસ્તક રાખી કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.