સુરતના સચીનમાં ગુટકાની પડીકીના રૂપિયાના ઝઘડામાં શ્રમિકની હત્યા, આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો

શહેરના સચીન જીઆઇડીસી વિસ્તારમાં અકસ્માત મોત તરીકે નોંધાયેલી એક શંકાસ્પદ ઘટનાનો પોલીસે પર્દૃાફાશ કરી હત્યાનો ગુનો દૃાખલ કર્યો છે. શિવનગરમાં ફૂટપાથ પર રહેતા શિવકુમાર રામસ્વ‚પ યાદૃવની હત્યાના કેસમાં સચીન ય્ૈંડ્ઢઝ્ર પોલીસે મંગલુ ઉર્ફે મંગલપ્રસાદ ઉર્ફે પંડિત અવસ્થી (ઉંમર ૫૫)ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે રાજશ્રી ગુટકાની પડીકીના રૂપિયા બાબતે થયેલા ઝઘડાની અદૃાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

રૂગત ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સવારે આશરે આઠ વાગ્યે સચીન જીઆઇડીસીના બરફ ફેક્ટરી-શિવનગર રોડ પર ચીંદૃીના ગોડાઉન સામેના કાચા રસ્તા પાસે ફૂટપાથ પર શિવકુમાર યાદૃવ મૃત હાલતમાં મળી આવ્યો હતો. તે પોતાની પથારી પર હતો અને તેના ડાબા કાન પાસે માથાના ભાગે ગંભીર ઇજા જોવા મળી હતી. મૃતદૃેહની બાજુમાં ફેન્સિંગમાં વપરાતા સિમેન્ટ-કોંક્રિટના થાંભલાનો એક ટુકડો પડેલો હતો, જેના પર લોહીના ડાઘા હતા. શ‚આતમાં પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધી તપાસ શ‚ કરી હતી. જોકે, ઘટનાસ્થળની પરિસ્થિતિ અને મોત અંગેની શંકાને ધ્યાનમાં રાખીને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

મૃતકના મૃતદૃેહનું ફોરેન્સિક પેનલના તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. તબીબોએ માથામાં થયેલી ઇજા માત્ર પડી જવાથી થઈ હોય તેના બદલે કોઈ બોથડ અથવા સખત વસ્તુના પ્રહારથી થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી. આ તારણ બાદ પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને હત્યાના એંગલથી તપાસ શ‚ કરી હતી.

પોલીસે ઘટનાસ્થળની આસપાસની આશરે ૧૦૦થી વધુ જગ્યાના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ, રાહદારીઓ અને ફેરિયાઓ સહિત ૩૦૦થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.એફએસએલ અધિકારી અને ક્રાઇમ સીન મેનેજરની મદદથી સ્થળની તપાસ કરાવવામાં આવી હતી. ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી. તપાસ દૃરમિયાન પોલીસને એક નજરે જોનાર સાક્ષી મળી આવ્યો હતો. તેની વિગતવાર પૂછપરછમાં સામે આવ્યું કે ૧૧ ઓક્ટોબરની રાત્રે આશરે ૧૨થી એક વાગ્યાની વચ્ચે મંગલુ ઉર્ફે મંગલપ્રસાદ ઉર્ફે પંડિત અવસ્થીએ સિમેન્ટ-કોંક્રિટના ટુકડાથી શિવકુમારના માથામાં પ્રહાર કર્યો હોવાનો આક્ષેપ છે. આ પ્રહારના કારણે શિવકુમારનું મોત નીપજ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની પૂછપરછમાં મૃતક સાથે રાજશ્રી ગુટકાની પડીકીના રૂપિયા બાબતે ઝઘડો થયો હોવાનું અને આ ઝઘડાની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે.

મૃતકના ભાઈ રામાયણ રામસ્વ‚પ યાદવની ફરિયાદૃના આધારે સચીન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૦૩(૧) તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આમ, શ‚આતમાં અકસ્માત મોત જણાતી ઘટનામાં ફોરેન્સિક તપાસ, સીસીસીટીવ ફૂટેજ, સ્થાનિક લોકોની પૂછપરછ અને નજરે જોનાર સાક્ષીની મદદથી હત્યાનો ભેદ ઉકેલવામાં સચીન જીઆઇડીસી પોલીસને સફળતા મળી છે.