પાટીદાર સંસ્થાઓ સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરે છે, પાટીદાર અગ્રણી કે.કે. પટેલે મોટો દાવો

સુરતના કામરેજ ખાતે પાટીદાર સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં પાટીદરા સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહૃાા હતા. જેમાં સમાજમાં શિક્ષણ અને આરોગ્યના મુદ્દે ચર્ચા થઈ હતી. ત્યારે અગર્ણી કે.કે. પટેલે આક્ષેપો કરતા કહૃાું હતું કે, કેટલીક પાટીદાર સંસ્થાઓ સરકારી ગ્રાન્ટો લઈ દૃુરુપયોગ કરી રહી છે.

પાટીદાર સમાજની બેઠકમાં બેઠકમાં નિખિલ દૃોંગા (ગોંડલ) સહિતના પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહૃાા હતા. જેમાં પાટીદાર સમાજના અગ્રણી કે.કે. પટેલે આક્ષેપ કરતા કહૃાુ હતું કે, કેટલીક પાટીદાર સંસ્થાઓ સરકારની ગ્રાન્ટો લઈ દૃુરુપયોગ કરી રહી છે. આ કારણે પાટીદાર સમાજના લોકોને શિક્ષણ અને આરોગ્યમાં લાભ નથી મળી રહૃાો. સમાજના નામે પોતાના સ્વાર્થ સાધતા પાટીદારો સંસ્થાના ટ્રસ્ટીઓ સામે વિરોધ કરવો જોઈએ.

તેઓએ આગળ કહૃાું કે, પાટીદૃાર સમાજના લોકોને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે લાભ મળવો જોઈએ. શિક્ષણ અને આરોગ્ય દિવસેને દિવસે મોઘું થતાં લોકોની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. સરકારના પૈસા લઈને જે સંસ્થાઓ માલિકીપણું ચલાવી રહી છે તે દૃૂર થવું જોઈએ.

પાટીદૃાર અગ્રણી કે.કે. પટેલની આગેવાનીમાં વિવિધ પાટીદૃાર સંસ્થાના લોકો બેઠકમાં હાજર રહૃાાં હતા. સાથે જ તેઓએ ટૂંક સમયમાં નવા પાટીદાર સંગઠનની જાહેરાત કરશે તેવી પણ વાત કરી હતી.