પાનવડમાં ૧૮.૮૮ લાખના મુદ્દામાલ સાથે દારૂની હેરાફેરીનો પર્દાફાશ : પાયલોટિંગ કરતી ઈયિફિં સહિત ૨ કાર જપ્ત, એક આરોપી પકડાયો

છોટાઉદેપુર LCB એ પાનવડ વિસ્તારમાં દા‚ની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ૧૮.૮૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરતી ક્રેટા કારનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીમાં એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને છોટાઉદેપુર જીલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખે દા‚બંધીના કાયદાનો કડક અમલ કરવા સૂચના આપી હતી. આ સૂચના બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ આ મોટી કાર્યવાહી કરી.

LCB, છોટાઉદેપુરની ટીમ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે કઈઇ ના પી.આઈ. એમ.એફ. ડામોરને બાતમી મળી હતી. બાતમી મુજબ, સફેદ કલરની મહિન્દ્રા બોલેરો ઝઞટ (નંબર GJ-13-AH-8681)માં પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દા‚ ભરીને ‚મડીયા ગામ તરફથી પાનવડ આવી રહી હતી. તેની આગળ કાળા કલરની હ્યુન્ડાઇ ક્રેટા (નંબર ૠઉં-૧૩-ઈઅ-૩૩૦૨) પાયલોટિંગ કરી રહી હતી.

આ બાતમીના આધારે LCB એ વોચ ગોઠવી. વર્ણન મુજબની ક્રેટા આવતા તેને રોકવાનો ઈશારો કરાયો, પણ ચાલકે ગાડી રોકી નહીં. પોલીસે પાછળ આવતી બોલેરોનો પીછો કર્યો. પાનવડ ગામે બંને ગાડીઓને રોડની સાઈડમાં ઉતારી દેવામાં આવી. ક્રેટા ગાડીનો ચાલક ખેતરમાં નાસવા જતા નીચે પડી ગયો અને તેને પકડી લેવાયો. તેને કપાળ અને ડાબા પગે ઈજા થઈ હતી. બોલેરો TUVની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દા‚ની ૧૨૪૦ બોટલ મળી આવી.

પોલીસે કુલ ૧૮,૮૮,૧૨૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમાં ૧૨૪૦ બોટલ વિદેશી દારૂ (કિંમત ૩,૭૮,૧૨૦ રૂપિયા), પાયલોટિંગમાં વપરાયેલી ક્રેટા કાર (GJ-13-CA-3302,કિંમત ૮,૦૦,૦૦૦રૂપિયા), દારૂની હેરાફેરીમાં વપરાયેલી બોલેરો TUV (GJ-13-AH-8681,કિંમત ૭,૦૦,૦૦૦રૂપિયા) અને એક મોબાઈલ ફોન (કિંમત ૧૦,૦૦૦રૂપિયા)નો સમાવેશ થાય છે.

પોલીસે આ અંગે પ્રોહીબીશનનો ગુનો નોંધી પાનવડ પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી શ‚ કરી છે. પકડાયેલા આરોપીનું નામ રાહુલ રમેશભાઈ કાંજીયા છે, જેની ઉંમર ૨૬ વર્ષ છે અને તે થાનગઢ, સુરેન્દ્રનગરનો રહેવાસી છે. આરોપી રાહુલ કાંજીયાનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તેની સામે થાનગઢ પોલીસ સ્ટેશનમાં ૨૦૨૦ અને ૨૦૨૧ માં પ્રોહીબીશન અને જુગાર ધારા હેઠળ ગુના નોંધાયેલા છે.

આ કેસમાં ત્રણ આરોપીઓ ફરાર છે …

જયેશ ઉર્ફે જયપાલભાઈ હરજીભાઈ પનારા, કરણભાઈ ભરતભાઈ કાનજીયા અને રયાભાઈ પનારા. આ ત્રણેય આરોપીઓ સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢના રહેવાસી છે. પોલીસે તેમને ઝડપી પાડવા માટે તપાસ શ‚ કરી છે.