પંચમહાલ જીલ્લાના ગોધરા સહિતના તમામ તાલુકામાં ભારે વરસાદને લઈ તંત્ર એલર્ટ

ગોધરા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવાની સ્થિતીને પહોંેચી વળવા પાલિકા ફાયર ફાયટરો સહિતની ટીમ સજજ.

ગોધરા પાલિકા પ્રમુખે નિચાણવાળા વિસ્તારોની સ્થળ મુલાકાત કરી મધ્ય ગુજરાતમાં ભારે વસાદના હવામાન વિભાગની આગાહીને લઈ વહીવટી તંત્ર વરસાદને લઈ ઉભી થનાર સ્થિતીને પહોંચી વળવા માટે સજજ બન્યું છે. ત્યારે પંચમહાલ જીલ્લાના ગોધરા સહિતના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ પડયો હતો. ભારે વરસાદને લઈ જનજીવન પર ભારે અસર જોવા મળી ગોધરા શહેરના બજારો સુમશાન ભાંસી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા મધ્યગુજરાતમાં પંચમહાલ જીલ્લામાં ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ ગોધરા સહિત તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડયો હતો અને હજી પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જીલ્લામાં મોડી સાંજથી શ‚ થયેલ વરસાદ દિવસે પણ ચાલુ રહ્યો હતો. ગોધરા શહેરમાં વરસાદને લઈ અનેક નિચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવ જોવા મળ્યો હતો અને ધોધમાર વરસાદ પડે તો સ્થિતી વખરે તેવી શકયતાઓ ઉભી થવા પામી હમતી. પંચમહાલ જીલ્લાના શહેરા, હાલોલ, કાલોલ, મોરવા(હ), ધોધંબા, જાંબુધોડામાં પણ ધોધમાર વરસાદ ખાબકયો હતો. ભારે વરસાદને લઈ જનજીવનમાં ભારે અસ જોવા મળી છે.

હવામાન વિભાગ દ્વારા ૨૪ કલાક ભારે વરસાદની આગાહીના પગલે ગોધરા નગર પાલિકા તંત્ર સજજ બન્યું છે અને વરસાદી પરીસ્થિતીને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા આગોતરા આયોજન કરવામાં આવ્યા છે. ભારે વરસાદની આગાહીને લઈ નગર પાલિકા દ્વારા કોઈપણ આપાતકાલીન સ્થિતી માટે ફાયર ફાયરટની ટીમ, બોટની ટીમ, જેસીબી તેમજ પવડી વિભાગના સ્ટાફને સહિત કટોકટી વિભાગોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. ગોધરા નગર પાલિકા પ્રમુખ દ્વારા ટીમ સાથે શહેરના નિચાણવાળાી વિસ્તારોમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યાં જળ ભરાવાની સમસ્યા છે. તેવા શહેરા ભાગોળ રોડ, પેટ્રોલ પંપ પાસેના વિસ્તાર, સ્ટેશન રોડ, રેલ્વે સ્ટેશન કાશીરામ, કાલુભાઈ પેટ્રોલ પંપ વિસ્તાર, જીલ્લા કોર્ટની બહારનો વિસ્તાર, વડોદરા રોડ પર મદન સોસાયટી વિસ્તારોમાં ટીમ સ્થળ મુલાકાત લીધી હતી અને આપાતકાલીન સ્થિતીમાં પહોંચી વળવા માટે સજજ બન્યા છે.

બોકસ: પંચમહાલ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નોંૅધાયેલ વરસાદ આંકડો….

ગોધરા – ૩ ઈંચ,

કાલોલ – ૨.૩ ઇંચ

હાલોલ – ૫ ઇંચ

મોરવ(હ) – ૨ ઇંચ

શહેરા – ૮ ઇંચ

ધોધંબા – ૩ ઇંચ

જાંબુધોડા – ૬ ઇંચ