
જમ્મુ અને કાશ્મીરની રાજનીતિ ઘણા દિવસોથી ઉથલપાથલનો સામનો કરી રહી છે. શાસક નેશનલ કોન્ફરન્સમાં બળવાના અહેવાલો વારંવાર સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, ફારુક અબ્દુલ્લાએ હવે આ મુદ્દાને મુખ્ય સ્તરે લેવાનું નક્કી કર્યું છે. જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના લગભગ ૧૮ અસંતુષ્ટ ધારાસભ્યોના એક જૂથે શ્રીનગરમાં પાર્ટી પ્રમુખ ફારુક અબ્દુલ્લા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી અને પાર્ટીની કામગીરી અને તાજેતરના મંત્રીમંડળ વિસ્તરણ અંગે તેમની માંગણીઓ રજૂ કરી. ફારુક અબ્દુલ્લાના નિવાસસ્થાને યોજાયેલી આ બંધ બારણે બેઠક, કટોકટી શરૂ થયા પછી બળવાખોર જૂથ અને ટોચના નેતૃત્વ વચ્ચેની પહેલી સામ-સામે મુલાકાત હતી. તેમણે પાર્ટી કે વરિષ્ઠ નેતા ફારુક અબ્દુલ્લાને બદલે ઓમર અબ્દુલ્લાને પણ સીધા નિશાન બનાવ્યા.એનસી ધારાસભ્યોમાં આ અસંતોષ ૨૭ ઓક્ટોબરના મંત્રીમંડળ વિસ્તરણથી ઉદ્ભવ્યો છે, જેમાં ચાર નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ઘણા વરિષ્ઠ અને મધ્યમ સ્તરના એનસી ધારાસભ્યોને લાગ્યું કે તેમને બાજુ પર રાખવામાં આવ્યા છે અને તેમની સાથે સલાહ લેવામાં આવી નથી. આ ધારાસભ્યોએ એકીકૃત વલણ બનાવવા માટે ઘણી બંધ બારણે બેઠકો યોજી છે. આમાં લોલાબના ધારાસભ્ય કૈસર જમશેદ લોન, ગુરેઝના ધારાસભ્ય નઝીર અહેમદ ખાન ગુરેઝી અને પમ્પોરના ધારાસભ્ય જસ્ટિસ (નિવૃત્ત) હસનૈન મસૂદીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકોનો સમાવેશ થાય છે. તેઓ કહે છે કે તેઓ પાર્ટીને વિભાજીત કરવા માંગતા નથી, પરંતુ સુધારા અને જવાબદારીની માંગ કરી રહ્યા છે. તદુપરાંત, સાંસદ રૂહુલ્લાના તાજેતરના રાજીનામાથી સંકટ વધુ ગહન થયું છે.
નેશનલ કોન્ફરન્સના બળવાખોર જૂથના અગ્રણી વ્યક્તિઓમાં જસ્ટિસ (નિવૃત્ત) હસનૈન મસૂદી (પમ્પોર), નઝીર અહેમદ ખાન ગુરેઝી (ગુરેઝી), મુબારક ગુલ (ઈદગાહ – છ વખત ધારાસભ્ય અને ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ), અબ્દુલ મજીદ લાર્મી (અનંતનાગ પશ્ચિમ), અને કૈસર જમશેદ લોન (લોલાબ) નો સમાવેશ થાય છે. આ બેઠકોમાં ભાગ લેનારા અન્ય ધારાસભ્યોમાં ગુલામ મોહિઉદ્દીન મીર (રાજપોરા), હિલાલ અકબર લોન (સોનાવરી), બશીર અહમદ વીરી (બિજબેહારા), પીરઝાદા ફારૂક અહમદ શાહ (તંગમાર્ગ), સજ્જાદ શફી (ઉરી), એજાઝ અહમદ જાન (પુંચ હવેલી), જાવેદ ઈકબાલ ચૌધરી (બુધલ અહમદ), અર્જુન સિંહ (બુધલ) અને રાજુલ અહમદ (બુધલ)નો સમાવેશ થાય છે.
સૈફુદ્દીન ભટ (ખાન સાહિબ), અને અપક્ષ ધારાસભ્ય મુઝફ્ફર ઈકબાલ ખાન (થાનામંડી).આ જૂથની મુખ્ય માંગણીઓ, જે એક મેમોરેન્ડમ દ્વારા રજૂ કરવામાં આવી છે, તે છેઃમુખ્યમંત્રીના સલાહકાર નાસિર અસલમ વાનીને તાત્કાલિક દૂર કરવા. જૂથનો આરોપ છે કે તેઓ પક્ષના નેતૃત્વ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચે અંતર વધારી રહ્યા છે.ખરાબ પ્રદર્શન કરનારા મંત્રીઓને બદલવા જાઈએ અને વ્યાપક પરામર્શ દ્વારા મંત્રીમંડળની ફરીથી તપાસ કરવી જાઈએ.નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરી પર ગેરવર્તણૂકનો આરોપ મૂકવામાં આવ્યો છે, તેથી પીડબ્લ્યુડી (રસ્તા અને મકાનો) પોર્ટફોલિયો તેમની પાસેથી છીનવી લેવો જાઈએ.પક્ષની અંદર લોકશાહીને મજબૂત બનાવવી. આમાં ધારાસભ્યો માટે સલાહકાર જૂથ, શિસ્ત સમિતિની સ્થાપના અને ચર્ચા-વિચારણા માટે નિયમિત સંસ્થાકીય પદ્ધતિઓ લાગુ કરવાનો સમાવેશ થાય છે.
પક્ષના ચૂંટણી ઢંઢેરાને અમલમાં મૂકવા માટે સ્પષ્ટ અને સમયબદ્ધ રોડમેપ વિકસાવો.જમ્મુ અને કાશ્મીરના રાજ્યનો દરજ્જા અને વિશેષ દરજ્જા પુનઃસ્થાપિત કરવાની માંગને વધુ તીવ્ર બનાવવી જાઈએ.ધારાસભ્યો સાથેની બેઠક બાદ, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કહ્યું, “નેશનલ કોન્ફરન્સમાં ભાગલા પડવાની પાયાવિહોણી અફવા સંપૂર્ણપણે ખોટી છે. આ પાર્ટી એક છે. જે લોકો વિચારે છે કે તેઓ તેને તોડી શકે છે તેઓ જાણે કે આ પાર્ટી કયારેય તૂટી નથી અને કયારેય તૂટશે નહીં, ઇન્શાઅલ્લાહ. અમે તેમની સાથે વાત કરી છે; તેમની ચિંતાઓ વાજબી હતી.
તેમના પર ઊંડાણપૂર્વક વિચાર કરવામાં આવ્યો, દરેકને સાંભળવામાં આવ્યું, અને ઇન્શાઅલ્લાહ, જેમ તેમણે કહ્યું છે, કેટલાક પગલાં ઝડપથી લેવામાં આવશે અને કેટલાક ધીમે ધીમે લેવામાં આવશે. અમે પાર્ટી અને સરકારને મજબૂત બનાવીશું જેથી લોકોની સમસ્યાઓ દૂર થઈ શકે. તે જ સમયે, રાજ્યના દરજ્જાની પુનઃસ્થાપના અને કલમ ૩૭૦ અને ૩૫છ માટે અમારી લડાઈ ચાલુ રહેશે, અને ઇન્શાઅલ્લાહ, તેને તેના તાર્કિક નિષ્કર્ષ પર લઈ જવામાં આવશે.”