નસવાડી તાલુકાના ૫લાસણી ગામે ધો.-૧ થી ૮ની પ્રાથમિક શાળા ચાલે છે. જયારે પ્રાથમિક શાળાના ૬ ઓરડા વર્ષો જુના અને જર્જરિત છે. ના જર્જરિત ઓરડામાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. વહેલી તકે પ્રાથમિક શાળાનુ નવુ બિલ્ડિંગ બને તેવી માંગ ઉઠવા પામી છે.
નસવાડી તાલુકાના પલાસણી ગામે ધો.-૧ થી ૮ની પ્રા.શાળામાં ૧૦૧ વિદ્યાર્થીઓની સંખ્યા છે. જેમાં ચાર શિક્ષકો ફરજ બજાવે છે. જયારે શાળાના ઓરડા વર્ષો જુના અને જર્જરિત થઈ ગયા છે. વર્ષો જુના ઓરડા હોવાથી દિવાલોમાં તિરાડો પડી છે. અને દિવાલોમાંથી પોપડા ખરી રહ્યા છે. જયારે બાળકો આવી પરિસ્થિતિમાં શિક્ષણ મેળવી રહ્યા છે. તંત્ર દ્વારા ઓરડા મંજુર કરાયા છે. પરંતુ કોઈ ટેન્ડર ભળતુ નથી. તેવુ ગાણું બે વર્ષથી તંત્ર દ્વારા ગાવવામાં આવી રહ્યુ છે. જયારે આદિવાસી વિસ્તારમાં મહત્વની ગણાતી પલાસણી પ્રા.શાળામાં બાળકોની સંખ્યા પણ સારી છે. જે વર્ષોથી જળવાયેલી છે. ત્યારે વહેલી તકે બાળકોને મુકત મને અભ્યાસ કરવા માટે નવા ઓરડા બનાવવા જોઈએ. જેનાથી બાળકોને શિક્ષણ મેળવવામાં મુશ્કેલી ન પડે તેવી માંગ ઉઠી છે.