
છોટા ઉદેપુર જીલ્લાના નસવાડીમાં આવેલી સમરસ કન્યા છાત્રાલયમાં લાંબા સમયથી મહિલા વોર્ડનની ગેરહાજરી અને પુરૂષ વોર્ડન દ્વારા થતા સંચાલનના વિરોધમાં અઇટઙ દ્વારા આક્રમક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ તાલુકા વિકાસ અધિકારી (TDO) ની કચેરી ખાતે ધરણા યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા અને બાદમાં આવેદનપત્ર સુપરત કર્યું હતું.
મુખ્ય વિવાદ અને રજૂઆત નસવાડીની આ ક્ધયા છાત્રાલયમાં લાંબા સમયથી ગૃહમાતા (મહિલા વોર્ડન) ની જગ્યા ખાલી પડી છે. આ ખાલી જગ્યાને કારણે કુમાર છાત્રાલયના ગૃહપતિ (પુરૂષ વોર્ડન) ને ક્ધયા છાત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. ABVP ના કાર્યકરો મુજબ, પુરૂષ વોર્ડનના સંચાલનને કારણે ક્ધયાઓ પોતાની વ્યક્તિગત સમસ્યાઓ રજૂ કરવામાં સંકોચ અનુભવે છે. આ ગંભીર મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા કાર્યકરોને કચેરીમાં કોઈ જવાબદાર અધિકારી ન મળતા તેમણે કચેરી પરિસરમાં જ બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અંતે, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી (ATDO)ને આવેદનપત્ર આપી પ્રશ્નોના નિકાલની માંગ કરી હતી.
ABVPની મુખ્ય માંગણીઓ…
ગૃહમાતાની નિમણૂક: ક્ધયા છાત્રાલયમાં તાત્કાલિક ધોરણે કાયમી મહિલા ગૃહમાતાની નિમણૂક કરવામાં આવે જેથી વિદ્યાર્થીનીઓની સુરક્ષા અને પ્રાઇવસી જળવાય.
ભોજનની ગુણવત્તા: છાત્રાલયમાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા અત્યંત ખરાબ હોવાની ફરિયાદ સાથે તેમાં સત્વરે સુધારો કરવાની માંગ કરવામાં આવી છે.
પ્રશ્નોનું નિરાકરણ: વિદ્યાર્થિનીઓને પડતી અન્ય વહીવટી મુશ્કેલીઓ અને પાયાની સુવિધાઓના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવે.