
છોટાઉદેપુર જીલ્લામાં પ્રસ્તાવિત બે મોટા પ્રોજેક્ટ્સ નસવાડીના વાડિયાનો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અને કડીપાણીનો ૠખઉઈ રેર અર્થ પ્રોજેક્ટ હાલ રાજકારણનું કેન્દ્ર બન્યા છે. આ પ્રોજેક્ટ્સના કારણે વિસ્થાપિત થવાની ભીતિ સેવતા સ્થાનિક આદિવાસીઓના વિરોધ વચ્ચે હવે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે.
પ્રોજેક્ટ અને વિરોધનું મુખ્ય કારણ છોટાઉદેપુર જીલ્લામાં આ બે પ્રોજેક્ટ્સને કારણે મોટા પાયે જમીન સંપાદન અને ગામો પ્રભાવિત થવાની શક્યતા છે. નસવાડીના હાઇડ્રો પાવર પ્રોજેક્ટને કારણે અંદાજે 18 ગામોને અસર થવાની ચર્ચા છે. તો GMDC – કડીપાણીના રેર અર્થ પ્રોજેક્ટમાં અંદાજે 28 ગામોની જમીન આ પ્રોજેક્ટ હેઠળ જવાની વાત વહેતી થઈ છે. પોતાની જમીન અને અસ્તિત્વ ગુમાવવાના ડરથી સ્થાનિક ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
24 એપ્રિલ 2025ના રોજ નસવાડી તાલુકાના વાડિયા ગામમાં કેન્દ્ર સરકારની કંપની નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન-ગઇંઙઈના અધિકારીઓ નર્મદા નદી પાસે 4000 કરોડના પાવર પ્રોજેક્ટના સર્વેની કામગીરી કરવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ આ સમયે વાડિયા સહિત નસવાડી તાલુકાના 20 ગામના આદિવાસીઓ ભેગા થઇ ગયા હતા અને ભારે વિરોધ સાથે પ્રોજેક્ટના સર્વેની કામગીરી અટકાવી દીધી હતી. આદિવાસીઓએ એક થઈને મજબૂત વિરોધ નોંધાવતા કલેકટર, સાંસદ અને ધારાસભ્ય પરત ફર્યા હતા.
કેબિનેટ મંત્રી નરેશ પટેલનું નિવેદન આ વિવાદને શાંત પાડવા માટે 8 જાન્યુઆરીના રોજ રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે એક જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, ” છોટાઉદેપુરમાં આવા કોઈ પ્રોજેક્ટ આવવાના નથી અને કોઈ સર્વે પણ થયો નથી.” મંત્રીના આ નિવેદનથી સ્થાનિકોમાં હૈયાધારણ આપવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ વિપક્ષે આને ગેરમાર્ગે દોરવાની રમત ગણાવી છે.
ચૈતર વસાવાના પુરાવા સાથેના પ્રહાર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કવાંટની પરિવર્તન સભામાં મંત્રીના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે સરકારના જ દસ્તાવેજો ટાંકીને પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે 25 સપ્ટેમ્બર 2020ના રોજ સરકારે રેર અર્થ પ્રોજેક્ટ માટે 28 ગામોની જમીન સંપાદનનું ગેજેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જો પ્રોજેક્ટ નથી થવાનો, તો સરકારે ગઇંઙઈ સાથે ખઘઞ કેમ કર્યા અને સર્વેની કામગીરી કેમ હાથ ધરી?
ચૈતર વસાવાએ જાહેરાત કરી છે કે, આગામી વિધાનસભાના બજેટ સત્રમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે અને સરકાર પાસે શ્વેતપત્રની માંગણી કરવામાં આવશે.
કોંગ્રેસે કહ્યું – પ્રોજેક્ટ રદ થયો હોય તો સરકાર સત્તવાર જાહેરાત કરે પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ્સ છે, જેમાં રાજ્ય સરકાર સીધો હસ્તક્ષેપ કરી શકતી નથી. મંત્રી દ્વારા પ્રોજેક્ટ બંધ હોવાની વાત માત્ર ’મતોનું રાજકારણ’ છે. જો ખરેખર પ્રોજેક્ટ રદ થયો હોય, તો સરકારે તેનો સત્તાવાર પરિપત્ર જાહેર કરવો જોઈએ.
જનતાની નજર હવે સરકાર પર હાલમાં છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં આ મુદ્દો ગરમાયો છે. એક તરફ સરકાર પ્રોજેક્ટ ન હોવાનો દાવો કરે છે, તો બીજી તરફ વિપક્ષ ગેજેટ નોટિફિકેશન બતાવીને સરકારને ઘેરી રહ્યો છે. આગામી દિવસોમાં વિધાનસભા સત્ર દરમિયાન આ મુદ્દો વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.