નસવાડીના પંખાડા ગામે ચાર વર્ષથી આંગણવાડીનુ મકાન ન હોવાથી પંચાયત કચેરીના નાના રૂમમાં બાળકો અભ્યાસ કરવા મજબુર

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પંખાડા ગામે છેલ્લા ચાર વર્ષથી આંગણવાડીનુ મકાન નહિ બનતા બાળકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પંખાડા ગામની આંગણવાડી હાલ ગ્રામ પંચાયતની કચેરીના એક નાના ‚મમાં ચલાવવામાં આવી રહી છે. નાના રૂમમાં બાળકોને બેસાડવા પુરતી જગ્યા ન હોવાથી આંગણવાડીના બાળકોને મુશ્કેલી પડી રહી છે. આંગણવાડીના કર્મચારીના જણાવ્યા મુજબ જગ્યા ઓછી હોવાના કારણે બાળકો માટે રમકડાં પણ રાખી શકાતા નથી. એટલુ જ નહિ, બાળકો માટે શોૈચાલયની પણ સુવિધા ઉપલબ્ધ નથી.

ગ્રામ પંચાયતની કચેરી રોડ ઉપર આવેલી હોવાથી બાળકોની અવર જવરમાં પણ મુશ્કેલી ઉભી થઈ રહી છે. એક તરફ નાના ‚મમાં બાળકોને બેસાડવાની ફરજ પડેલ છે. તો બીજી તરફ બાળકોને જરૂરી સુવિધાઓ મળી રહી નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ પંખાડા ગામ માટે આંગણવાડી મંજુર થયાને વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી આંગણવાડીના મકાનનુ કામ શ‚ થયુ નથી. ચાર વર્ષથી આંગણવાડી મંજુર હોવાનુ તંત્ર દ્વારા જણાવ્યુ છે. પરંતુ જમીન પર હજુ સુધીઆંગણવાડીનુ મકાન બની શકયુ નથી. છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ સભાઓમાં આદિવાસી વિસ્તારનો વિકાસ થયો છે. અને છેવાડાના માનવીનો વિકાસ હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ પંખાડા ગામની સ્થિતિ જોતા આજે પણ ગામડાની વાસ્તવિક સ્થિતિ એવી જ જોવા મળી રહી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, ધારાસભ્ય આ વિસ્તારની મુલાકાત લેતા નથી. અને લોકોની સમસ્યાઓ સાંભળતા નથી.