નસવાડી તાલુકામાં સતત વરસાદના કારણે મેણ નદીમાં આવેલા પૂરના પાણીથી ખોડિયા ગામના ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે. અંદાજીત ૧૦૦ એકર જમીનમાં વાવેલા કપાસના છોડ પૂરના કાંપથી દટાઈ ગયા હતા.
એક ફૂટ ઉંચા છોડને પાણીના વેગે સપાટ કરી દેતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખોડિયા ગામના ખેડૂતોએ જણાવ્યું કે, મેણ નદીનું પાણી એટલું વધ્યું કે ૬૦ ફૂટ ઉંચા કાંઠા તોડીને ખેતરોમાં ઘૂસી ગયું હતું. પાણીના જબરદસ્ત વેગ અને સાથે આવેલા કાંપ અને રેતીથી એક ફૂટ ઉંચા કપાસના છોડ જમીનદોસ્ત થઈ ગયા હતા. ખેતરો સપાટ થઈ ગયા અને ખેતર જમીન પર ૨ ફૂટ કાંપ જામી ગયો હતો.
ખેડૂતોએ ખાતર, દવા, પાણી નાખી મજૂરી કરીને છોડ મોટા કર્યા હતા. અને એક રાતમાં બધું ખતમ થઈ ગયું. ખોડિયા ગામમાં જ ૧૦૦ એકરથી વધુમાં કપાસ, મકાઈ, તુવર અને શાકભાજીનો પાક હતો. પૂરના કારણે બધા જ ખેતરોમાં પાણી ભરાયા અને કાંપ જામી જતાં પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ખેડૂતોને પ્રતિ એકર ૪૦-૫૦ હજારનું નુકસાન થવાનો અંદાજ છે. ઘણા ખેડૂતોએ દેવું કરીને વાવણી કરી હતી. આ સમગ્ર સ્થિતિને લઈને ખેડૂત અગ્રણી અશ્ર્વિન ભીલે સરકારને તાત્કાલિક પગલા લેવા માંગ કરી છે.
પૂરનું પાણી કેમ જલદી ઓસર્યું નહીં તેની તપાસ કરી પ્રશ્ન હલ કરવા માગ મેણ નદીના પટ્ટાના તમામ ગામોનો તાત્કાલિક સર્વે કરવામાં આવે. નુકસાન પામેલા ખેડૂતોને તાત્કાલિક આર્થિક સહાય ચૂકવવામાં આવે. આગામી સિઝન માટે બિયારણ અને ખાતરની કિટ આપવામાં આવે. તેમજ નદીના કાંઠા મજબૂત કરવા કાયમી યોજના બનાવવામાં આવે. પૂરના પાણી કેમ જલદી ઓસર્યા નહીં તેની પણ તપાસ થવી જોઈએ. પાણી જલદી ઓસરી ગયા હોત તો આ નુકસાન ન થતું.
ખેતરોમાં પાણીનો કાંપ આવતાં ઊભા છોડ દટાઇ ગયા, સરકાર સહાય આપો પૂરના કારણે માત્ર પાક જ નહીં પણ ખેતરની ફળદ્રુપ જમીન પણ ધોવાઈ ગઈ છે. કેટલાક ખેતરોમાં હજુ ૧-૨ ફૂટ કાદવ અને કાંપ જામેલા છે. કાંપ નીચે કપાસના છોડ દટાઇ ગયા. હવે પાક બેઠો નહીં થાય.
બોકસ:
ખેડૂતોનું કહેવું છે કે, જો સરકાર સમયસર મદદ નહીં કરે તો આખું વર્ષ ભૂખે મરવાનો વારો આવશે. ઘણા ખેડૂતોના બાળકોની ફી અને ઘરખર્ચ લગ્ન ખર્ચ પણ આ પાક પર આધારિત હતો. અમારા ખેતરોની મુલાકાત કરો, પાક સપાટ થઇ ગયા છે, કંઈક સહાય આપો.:- જેન્તી ભીલ, ખેડૂત, ખોડિયા…
ખોડિયા જેવી જ હાલતઅન્ય ગામોની પણ છે મેણ નદીના પટ્ટામાં નસવાડી તાલુકાના ૫૦થી વધુગામો આવે છે. ખોડિયા જેવી જ હાલત અન્યગામોની પણ છે. જીલ્લા અને તાલુકા ખેતીવાડીવિભાગે તાત્કાલિક ટીમ મોકલીને સર્વે કરીનેખેડૂતોને સહાય આપવી જોઈએ. સરકારમાંરિપોર્ટ કરી ખેડૂતોને મદદપ થવું જોઈએ.