નસવાડીના ધેસવાડીના મોજરા ફળિયામાં 25 જેટલા મકાનો 75 વર્ષ બાદ પણ અંધારામાં જીવવા મજબુર

નસવાડી તાલુકાના ધેસવાડીના મોજરા ફળિયામાં 25 જેટલા મકાનો આઝાદીના વર્ષો પછી પણ અંઘરામાં જીવવા મજબુર છે. ગુજરાત પેટર્ન યોજનામાં આદિવાસી સમાજના લોકોને મફત વીજળીની સુવિધા આપવાની યોજના છે. જેમાં ગ્રામજનોએ બે-બે વખત ફોર્મ ભર્યા હતા. પરંતુ અધિકારીઓએ ઘ્યાન આપ્યુ નથી.

નસવાડી તાલુકાનુ છેવાડાનુ ગામ ધેસવાડી છે. તેના મોજરા ફળિયામાં 25 જેટલા મકાનોમાં 100 જેટલા લોકોની વસ્તી છે. જયારે ગ્રામસભામાં આ ફળિયાના લોકોએ વીજળીની સુવિધા મળે તે માટે અનેકવાર રજુઆત કરતા સરપંચ દ્વારા ગરીબ પરિવારોને મફતમાં વીજ લાઈનની સુવિધા અને વીજ મીટર મળે તે માટે એમજીવીસીએલ કંપનીમાં વન કુટિર યોજના હેઠળ લાભ આપવા માટે રજુઆત કરીને વીજ કનેકશનના ફોર્મ ભર્યા હતા. પરંતુ તાલુકા વિકાસ અધિકારી પ્રાયોજના વહીવટદાર અને મઘ્ય ગુજરાત વીજ કં5નીના અધિકારીઓએ આજ દિન સુધી આ પરિવારોને વીજળીની સુવિધા મળે તે માટે કાંઈ પ્રયત્નો કર્યા નથી. આદિવાસી વિસ્તરમાં આ પરિવારો આજે પણ દીવાના અજવાળે જીવન નિર્વાહ કરી રહ્યા છે. જયારે આ પરિવારો આઝાદીના 78 વર્ષો પછી પણ વીજળી વિના જીવી રહ્યા છે.