નસવાડી તાલુકા સેવાસદનમાં આવક-જાતિના દાખલા મેળવવા માટેના કાગળોના ઢગલા ખડકીને સળગાવાય છે

નસવાડી તાલુકા સેવાસદનમાં આવક-જાતિના દાખલા મેળવવા માટે લાભાર્થીઓ દ્વારા ઢગલાબંધ કાગળો સરકાર માંગે છે. આખરે તંત્રના અધિકારીઓ તે કાગળોનો નિકાલ કરવા માટે આગ લગાવે છે. ત્યારે સરકાર દ્વારા આવક-જાતિના દાખલા માટે માંગવામા આવતા કાગળોના નિયમો હળવા કરવા જોઈએ. નસવાડી તાલુકા સેવાસદનમાં પટ્ટાવાળો પ્રજાના દાખલા માટે માંગવામાં આવેલા કાગળોને સળગાવીને નિકાલ કરાય છે.

નસવાડી તાલુકાના 210 ગામો આવેલા છે. આવક-જાતિ, રેશનકાર્ડ તેમજ અન્ય સહાય માટે તાલુકા સેવાસદનમાં જનસેવા કેન્દ્રમાં અલગ અલગ કાગળો પુરાવા માંગ છે. હજારો કાગળોના ઢગલા પુરાવાના કાગળોના થાય છે. નસવાડી મામલતદાર કચેરીમાં કાગળોન ઢગલા ખડકાતા મામલતદાર દ્વારા આ કાગળો નાશ કરવા માટે તાલુકા સેવાસદનના કમ્પાઉન્ડમાં પટાવાળા પાસે આવા કાગળો સળગાવી નાંખવામાં આવ્યા હતા. કાગળોના ઢગલા સળગાવવા માટે કમ્પાઉન્ડમાં ઢગલા માર્યા હતા. જયારે એક આવક અને જાતિના દાખલા પાછળ પાંચથી દસ કાગળો મંગાવે છે. તેને પુરાવા તરીકે લે છે. એક દાખલો કઢાવવા પાછળા અનેક કાગળોનો વ્યર્થ થાય છે. જયારે તેનો નિકાલ કરવા માટે પણ મામલતદાર કચેરીના અધિકારી પટાવાળા પાસે આગ લગાવી દે છે. ત્યારે નસવાડી તાલુકા સેવાસદનમાં મોટા ઢગલા કાગળોન ખડકતા તેને કમ્પાઉન્ડમાં જ સળગાવી દેવાયા હતા. જયારે કાગળો સળગાવી જ દેવાના હોય તો પછી પુરાવા કેમ માંગવામાં આવે છે તેના ઉપર સવાલો ઉઠી રહ્યા છે.