કવાંટ તાલુકામાં વિવિધ ગામોમાં એમજીવીસીએલ દ્વારા વિશેષ વીજ ચેકિંગ ડ્રાઈવનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. વીજ ચોરી અટકાવવા અને નિયમિતતા લાવવા માટે ચલાવવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન વીજીલન્સની ત્રણ ટીમો તથા પોલીસની ચાર ટીમો જોડાઈ હતી.
ડ્રાઈવ દરમિયાન કુલ 750 કનેકશનોની તપાસ હાથ ધરાઈ હતી. જેમાંથી 135 કલમ હેઠળ 52 કેસ અને 126 કલમ હેઠળ 2 કેસ મળી 54 વીજ ચોરીના કેસો નોંધાયા છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ.12.72 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. વીજ ચોરી રોકવા આગામી દિવસોમાં પણ આવી સઘન ચેકિંગ ડ્રાઈવ ચાલુ રહેશે તેમ જાણવા મળ્યુ હતુ.