મૂળ ભાવનગરના અને મુંબઈ વસતા બોરીચા પરિવારમાં પિતા અને પુત્રને એકસાથે હાર્ટએટેક આવતા મોત

મુંબઈમાં વસતા એક ગુજરાતી પરિવાર પર આભ તૂટી પડવા જેવી ઘટના બની હતી. મૂળ ભાવનગરના બોરીચા પરિવારના પિતા પુત્રને એકસાથે હાર્ટ એટેક આવતા બંનેના મોત નિપજ્યા હતા. જોકે, દૃુખની વાત એ હતી કે, પરિવારની મહિલાએ મદદ માટે એપાર્ટમેન્ટના અન્ય પરિવારના દૃરવાજા ખખડાવ્યા, તો કોઈ મદૃદૃે આવ્યું ન હતું.

મુંબઈના પરેલ વિસ્તારની આ ઘટના છે. મૂળ ભાવનગરના વલ્લભીપુરનો બોરીચા પરિવાર પરેલ વિસ્તારના પરેલ વિલેજ માર્કેટ બિલ્ડીંગમાં રહે છે. આ પરિવારના ૪૨ વર્ષીય દૃીકરા ઉમેશ બોરીચાને અચાનક છાતીમાં દૃુખાવો ઉપડ્યો હતો. પુત્રને દૃુખાવો ઉપડતા જોઈને પિતા વસંત બોરીચા તેની મદૃદૃે દૃોડી ગયા હતા. પરંતું આ બાજુ બીજી મોટી સમસ્યા સર્જાઈ હતી. દૃીકરાની હાલત જોઈને ૭૨ વર્ષીય પિતાને પણ હાર્ટ એટેક આવ્યો હતો, અને તેઓ પણ ત્યાં જ ઢળી ગયા હતા.

આમ, પળવારમાં પિતા પુત્રનો જીવ ગયો હતો. પિતા અને પુત્ર બંનેનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતુ. એકસાથે બંનેની અર્થી નીકળતા ગુજરાતી સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. જોકે, આ ઘટના સાથે એક બીજી મોટી ઘટના પણ બની હતી.

ઉમેશભાઈના બહેને જણાવ્યું કે, મારા ભાઈ ઉમેશ બાથ‚મમાં હતા, ત્યારે જ તેમને દૃુખાવો ઉપડ્યો હતો. તેઓએ બાથ‚મમાંથી દૃુખાવો ઉપડ્યાની બૂમાબૂમ કરી હતી. ત્યારે મારા મોટાભાઈ બાથ‚મ તરફ ગયા હતા, તેઓએ જોયું તો ઉમેશભાઈ નીચે પડ્યા હતા. આ બાદૃ તેઓને બેઠા કરવાનો પ્રયાસ કરાયો હતો. આવામાં માતા પિતા પણ દૃીકરાના હાલત જોઈને ત્યાં જ ઢળી પડ્યા હતા.

આ ઘટના બની ત્યારે મારા ભાભી એકલા ઘરે હતા. તેઓ ગભરાઈ ગયા હતા, અને એપાર્ટમેન્ટમા મદૃદૃ માટે બૂમ પાડી હતી. તેઓએ આસપાસના ઘરે જઈને મદૃદૃ માટે વિનંતી કરી હતી. પરંતું કોઈ આગળ ન આવ્યું. આખરે તેઓએ ફોન કરીને અમારા સંબંધી પાસેથી મદૃદૃ માંગી હતી. આ બાદૃ મારા ભાઈ અને પિતાને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.