જામનગરમાં પ્રેમ લગ્નના વિવાદમાં જૈન યુવાન નિલય કુંડલિયાની છરીના ઘા મારી હત્યા

જામનગરના પંચેશ્ર્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં આજે એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં પ્રેમલગ્નના કારણે એક જૈન યુવાનની હત્યા કરવામાં આવી છે. નીલય કુંડલિયા નામના ૨૮ વર્ષીય યુવાનને ત્રણ શખ્સોએ છરીના ઘા કરીને ધોળા દિવસે જ તેની હત્યા કરી દૃીધી છે. આ ઘટના વંડાફળીમાં આવેલા આદિૃનાથ એપાર્ટમેન્ટ નજીક બની હતી, જેના કારણે આખા વિસ્તારમાં આતંકનો માહોલ ફેલાયો છે. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી દૃીધી છે.

મળતી માહિતી અનુસાર, જામનગરના પંચેશ્ર્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં આદિૃનાથ એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા નીલય કુંડલિયા નામના વણિક સમુદૃાયના જૈન યુવાનની આજે વસંત પંચમીના દિૃવસે હત્યા કરવામાં આવી છે. માહિતી મુજબ બપોરની આસપાસ ત્રણ અજ્ઞાત શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા અને નીલય પર છરીથી ઉપરાંત છાપરી ઘા કર્યા હતા. આ ઘા એટલા ગંભીર હતા કે નીલય લોહી લુહાણ થઈને ત્યાં જ ઢળી પડ્યો હતો.આ વખતે ઘરમાં હાજર રહેલી તેની પત્ની ભારે ચીસો પાડીને પાડોશીઓને મદૃદૃ માટે અવાજ કર્યા હતા. અને તેના પતિને બચાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ હુમલાખોરો હુમલો કરી ત્યાંથી ભાગી ગયા હતા.

ચીસો સાંભળીને પાડોશીઓ એકઠા થઇ ગયા હતા અને તરત ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. ૧૦૮ની ટીમ થોડી જ વારમાં ઘટના સ્થળે પહોંચી અને લોહીથી લથબથ હાલતમાં નીલયને જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતાં જ તેને મૃત જ જાહેર કરવામાં આવ્યો હતો.મૃતક નીલય કુંડલિયાએ આઠ મહિના પહેલા પોતાની પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા, જે તેના પરિવારને મંજૂર નહોતા પ્રેમિકાના પરિવારને આ લગ્ન પસંદૃ ન આવ્યા હોવાથી,તેમના ભાઈ અને અન્ય બે સાથીઓએ આજે છરી લઈને ઘરમાં ધસી આવ્યા હતા અને નીલય પર હુમલો કરી તેની હત્યા કરી નાખી.