મુંબઈના ચાંદિવલી મતવિસ્તાર માટેના ઈવીએમની તપાસ બોમ્બે હાઈકોર્ટના આદેશ પર કરવામાં આવશે

ચાંદિૃવલી મતવિસ્તારમાં ઉપયોગમાં લેવાયેલા ઈવીએમનું નિરીક્ષણ હવે ૧૬-૧૭ એપ્રિલે કરવામાં આવશે

મુંબઈની ચાંદિવલી વિધાનસભા બેઠક અંગે દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે ઈવીએમનું નિરીક્ષણ અને તપાસ કરવાની પરવાનગી આપી. ૨૦૨૪ની મહારાષ્ટ વિધાનસભા ચૂંટણી દરમિયાન ચાંદિવલી મતવિસ્તારમાં ઉપયોગમાં લેવાયેલા ઈવીએમનું નિરીક્ષણ હવે ૧૬-૧૭ એપ્રિલે કરવામાં આવશે. બોમ્બે હાઈકોર્ટે કોંગ્રેસના નેતા નસીમ ખાન દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો. ખાને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઈવીએમ) સાથે છેડછાડનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે ભ્રષ્ટ ચૂંટણી પ્રથાઓના આરોપો સહિત ખાનના બાકીના આરોપોને ફગાવી દીધા. બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ સોમશેખર સુંદરેશનએ આ આદેશ જારી કર્યો.

નસીમ ખાને પોતાની અરજીમાં ચૂંટણી પરિણામોને પડકાર્યા હતા. હાઈકોર્ટના આદેશ બાદ, રાજ્ય ચૂંટણી પંચે ચાંદિવલી વિધાનસભા મતવિસ્તારના ઉમેદવારોને જાણ કરી છે કે, આ વર્ષની શરૂઆતમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશનું પાલન કરીને, ૧૬ અને ૧૭ એપ્રિલના રોજ બે દિવસ માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઈવીએમ) નું નિરીક્ષણ કરવામાં આવશે. આ નિરીક્ષણ બેંગલુરુ સ્થિતિ ઈવીએમ ઉત્પાદક ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. નસીમ ખાન અને ચૂંટણી અધિકારીઓ દ્વારા નિયુક્ત નિષ્ણાતની હાજરીમાં આ નિરીક્ષણ કરવામાં આવશે. મહારાષ્ટ રાજ્ય ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા અને ચાંદિવલીના ઉમેદવાર નસીમ ખાનના દાવાને ફગાવી દીધો છે કે આવું પહેલી વાર થઈ રહ્યું છે.

હકીકતમાં, ૨૦૨૪ ની લોકસભા ચૂંટણી પછી, મહારાષ્ટÙ વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. મહાયુતિ ગઠબંધને આ ચૂંટણીઓમાં જંગી વિજય મેળવ્યો હતો. શિવસેનાના ઉમેદવાર દિલીપ ભાઈસાહેબ લાંડેએ ચાંદિવલી બેઠક જીતી હતી, કુલ ૧૨૪,૬૪૧ મતો મેળવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ખાન મોહમ્મદ આરીફ (નસીમ) ૧૦૪,૦૧૬ મતો મેળવીને બીજા ક્રમે રહ્યા હતા. નસીમ ખાને બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેણે સુનાવણી બાદ તપાસનો આદેશ આપ્યો હતો. નસીમ ખાને હાઈકોર્ટના આદેશને ઐતિહાસિક ગણાવ્યો હતો.

મુંબઈ ઉપનગરીય જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી દ્વારા નસીમને મોકલવામાં આવેલા પત્ર અનુસાર, ૧૬ અને ૧૭ એપ્રિલે મુંબઈમાં ફક્ત “ડાયગ્નોસ્ટક ટેસ્ટ” કરવાની મંજૂરી આપવામાં આવશે. કોંગ્રેસે તેના ઉમેદવારોને તેમના મતવિસ્તારોમાં ઈફસ્ અને વીવીપીએટી યુનિટ ચકાસવા કહ્યું હતું. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષી ગઠબંધન, “ઇન્ડિયા” ના લગભગ બે ડઝન ઉમેદવારોએ ઈવીએમની વિશ્વસનીયતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોંગ્રેસને ચૂંટણીમાં માત્ર ૧૬ બેઠકો જ મળી હતી. મહા વિકાસ આઘાડીના મતદારોએ ઓછી બેઠકો જીતી હતી, જ્યારે એમવીએએ જબરદસ્ત વિજય મેળવ્યો હતો.