માર્કેટમાં ઉભા હોય તેવી રીતે ગૃહમાં ઉભા ન થાઓ, ડ્રગ્સ મુદ્દે હોબાળો કરતાં ઇટાલિયાને અધ્યક્ષે ખખડાવ્યા

ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન હાલ પ્રશ્ર્નોતરી કાળ ચાલી રહૃાો છે. ત્યારે રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી અને કાયદૃો-વ્યવસ્થાની સ્થિતિ પર ગૃહમાં જોરદાર ચર્ચા જોવા મળી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સરકારની આક્રમક નીતિની વિગતો આપી હતી, તો બીજી તરફ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી નોકઝોક પણ થઈ હતી.

ગૃહમાં નિવેદન આપતા ગૃહરાજ્યમંત્રી અને ડેપ્યૂટી સીએમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કચ્છમાં જે સ્થળેથી અગાઉ ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો, તે જ લોકેશન પર હવે નવું પોલીસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે ગર્વ સાથે કહૃાું કે, “હું આ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવાનો છું, તમે પણ ત્યાં ચોક્કસ આવજો.”

રાજ્યમાં આવતા ગાંજાના સ્ત્રોત વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું કે, સરકાર માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી રહી, પરંતુ છેક ઓડિશા સુધી તપાસના તાર લંબાવ્યા છે. ગુજરાત પોલીસે ઓડિશા જઈ ત્યાંની લોકલ પોલીસ સાથે મળીને કુખ્યાત પાંડી બ્રધર્સ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં પાંડી બ્રધર્સનું આખું ફાર્મ અને ૭ લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, આ જપ્ત કરાયેલી મિલકતની હરાજી કરવામાં આવશે અને તેમાંથી મળનારી રકમનો ઉપયોગ રાજ્યના વિકાસકામો માટે કરવામાં આવશે.

ડ્રગ્સના મુદ્દે ચર્ચા દરમિયાન આપના ધારાસભ્ય હેમંત ખવાએ મંત્રી હર્ષ સંઘવીનો આભાર માનતા કટાક્ષ કર્યો હતો કે, પંજાબના બહાને ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું તે વાત તમે સ્વીકારી તે બદૃલ આભાર. જોકે, તેમણે ટકોર પણ કરી હતી કે, “બહાર જઈને મીડિયાને જોઈને ફરી ન જતા.” બીજી તરફ, મંત્રી કૌશિક વેકરીયાએ જ્યારે ગુજરાતમાં પકડાયેલા ડ્રગ્સની વિગતો સાથે પંજાબના આંકડા રજૂ કર્યા, ત્યારે મામલો વધુ ગરમાયો હતો. આ સમયે છછઁના નેતા ગોપાલ ઇટાલિયાએ ઉભા થઈને વિરોધ કરવાનો પ્રયાસ કરતા ગૃહમાં હોબાળો મચ્યો હતો.

ગોપાલ ઇટાલિયાના વિરોધ કરવાની પદ્ધતિ સામે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કડક વલણ અપનાવ્યું હતું. અધ્યક્ષે ટકોર કરતા કહૃાું હતું કે, “ગૃહ નિયમોથી ચાલે છે, તમે માર્કેટમાં ઊભા હોવ તેવી રીતે અહીં ઊભા ન થઈ શકો.” આ ટકોર બાદૃ ગૃહમાં થોડીવાર માટે સોપો પડી ગયો હતો.

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકારને ઘેરતા સવાલ કર્યો હતો કે, “ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ અને મેન્યુફેક્ચિંરગ હબ બની રહૃાું છે? ડ્રગ્સ મંગાવનારા મુખ્ય સૂત્રધારો કોણ છે?” આ સવાલોના જવાબમાં સરકારે યુવાનોના ભવિષ્ય અંગે સંવેદૃનશીલ અભિગમ રજૂ કર્યો. જે યુવાનો માત્ર પેડલર્સના સંપર્કને કારણે ડ્રગ્સના રવાડે ચડ્યા હોય, તેમના પર કેસ કરી જીવન બરબાદ કરવાને બદૃલે તેમને સાચા રસ્તે લાવવા સરકાર કામ કરી રહી છે. પોલીસ કમિશનર પોતે આવા યુવાનોના પરિવારને બોલાવે છે અને ડોક્ટરોની મદૃદૃથી તેમની ઓળખ છુપાવીને કાઉન્સિિંલગ કરવામાં આવે છે. ચાલુ વર્ષના બજેટમાં દરેક જિલ્લામાં નવા નશામુક્તિ અને કાઉન્સિિંલગ સેન્ટર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.