
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં શિક્ષકો દ્વારા ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) લાગુ કરવાની અનોખી રીતે માંગણી કરવામાં આવી છે. લુણેશ્વર મહાદેવ મંદિરે લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને કોઠંબા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોએ મહાદેવને આવેદનપત્ર અર્પણ કર્યું હતું.
શિક્ષકોએ મહાદેવની આરતી ઉતારીને પ્રાર્થના કરી હતી કે ગુજરાતમાં પણ રાજસ્થાન રાજ્યની જેમ ઓલ્ડ પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવે. આ રજૂઆત શ્રાવણ મહિનાના પવિત્ર અવસરે કરવામાં આવી હતી.
શિક્ષકોએ જણાવ્યું હતું કે, રાજસ્થાન રાજ્યમાં કર્મચારીઓ માટે ઓલ્ડ પેન્શન યોજના અમલમાં છે, ત્યારે ગુજરાતમાં પણ કર્મચારીઓના હિતમાં ઘઙજ લાગુ કરવી અત્યંત જરી છે. તેમણે સરકાર તેમની રજૂઆત સ્વીકારે અને તમામ કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ મળે તેવી આશા વ્યક્ત કરી હતી.