
મહીસાગર જીલ્લામાં ૯ ઓગસ્ટના રોજ વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. કડાણા અને ખાનપુર તાલુકા સહિત વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા.
આ પ્રસંગે કડાણા તાલુકાના મોટીરાઠ ગામે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું. આ કાર્યક્રમમાં વિવિધ ગામોના આદિવાસી સમાજના લોકો પરંપરાગત પોશાકમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સમાજમાં શિક્ષણનું મહત્વ વધારવા અને યુવાનોને વ્યસનમુક્ત જીવન અપનાવવા આહ્વાન કરાયું. મહિલાઓએ પરંપરાગત લોકગીતો પર આદિવાસી નૃત્ય રજૂ કર્યા હતા.
આ ઉપરાંત, ખાનપુર તાલુકાના ઐતિહાસિક કાલેશ્ર્વરી ધામ ખાતે પણ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થયા હતા. અહીં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ લોકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામૂહિક ઉજવણીમાં ભાગ લીધો હતો. સંતરામપુર તાલુકામાં પણ વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.