
પંચમહાલ જીલ્લા કલેક્ટર અજય દહિયાએ કાલોલ તાલુકાના પ્રવાસ દરમિયાન ખરસાલીયા ગામની મુલાકાત લીધી હતી. તેમણે ગામની વહીવટી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

આ મુલાકાત દરમિયાન, કલેક્ટરે ગામના રેકોર્ડની સંપૂર્ણ દફતર તપાસણી હાથ ધરી હતી. તપાસમાં બોજાની બીજા હક્કમાં નોંધ દાખલ થઈ છે કે નહીં, દબાણ રજીસ્ટર યોગ્ય રીતે નિભાવવામાં આવે છે કે નહીં, તેમજ બિનખેતીમાંથી પુન: ખેતીમાં ફેરવાયેલા કિસ્સાઓની યોગ્ય નોંધ થઈ છે કે નહીં તેની વિગતવાર ચકાસણી કરાઈ હતી.

કલેક્ટર અજય દહિયાએ ૧૦ સર્વે નંબરોની બ તપાસ પણ કરી હતી. તેમણે રેકોર્ડમાં જરી પૂર્તતા કરવા અને વહીવટી કામગીરીમાં કોઈ ક્ષતિ ન રહે તે માટે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
કલેક્ટરની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના મહેસૂલી રેકોર્ડ અને વહીવટી કામગીરીને વધુ સુવ્યવસ્થિત અને પારદર્શક બનાવવાનો હતો.