મહિસાગર જિલ્લામાં વિકાસના નામે વૃક્ષોનુ નિકંદન : વૃક્ષ કાપવાનો દંડ માત્ર ૧,૦૦૦

–૭૫ વર્ષ પછી કાયદો ન બદલાતા પર્યાવરણને નુકસાન

ગુજરાતમાં ખાનગી અને મહેસુલી જમીન પર વૃક્ષોના રક્ષણ તેમજ ગેરકાયદે કતલ અટકાવવા માટે સરકારે ૭૫ વર્ષ પહેલા સોૈરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનિયમ, ૧૯૫૧ બનાવ્યો હતો. આ કાયદા હેઠળ ગેરકાયદે વૃક્ષ કાપવા બદલ ‚.૧૦૦/-નો મહત્તમ દંડ નકકી કરવામાં આવ્યો હતો. તે સમયે આર્થિક પરિસ્થિતિ અને મિલ્કતોનુ મુલ્ય અલગ હોવાથી આ રકમ ખુબ મોટી ગણાતી હતી. પરંતુ વર્તમાન સમયમાં માત્ર ‚.૧,૦૦૦/-નો દંડ કોઈપણ પ્રકારનો કાયદાકિય અંકુશ કે ડર ઉભો કરવામાં સંપુર્ણપણે નિષ્ફળ સાબિત થયો છે.

આજે રાજયભરના વિકાસના નામે રોડ-રસ્તાના વિસ્તરણ, હાઈવે પ્રોજેકટ્સ, ઓૈદ્યોગિક ક્ષેત્રોના નામે કરોડો ‚પિયાની કિંમતના લાખો લીલાછમ વૃક્ષોનુ નિકંદન કાઢવામાં આવી રહ્યુ છે. જેમાં મહિસાગર જિલ્લામાં પણ વિકાસના બહાના હેઠળ વૃક્ષોનુ નિકંદન નીકળી રહ્યુ છે. અગાઉ પણ રસ્તો બનાવવા માટે ૧૭૦૦ વૃક્ષોનુ નિકંદન કરાયુ હતુ. આઝાદી સમયના આ કાયદમાં સમયાનુકુળ કોઈ સુધારા કે દંડની રકમમાં આકરો વધારો કરવામાં આવ્યો નથી. પરિણામે આજે આ કાયદો પર્યાવરણના નાશ માટે કવચ બની ગયો છે.

EDIT