ગુજરાત સરકારના ગરીબ રાશનકાર્ડ ધારકો માટે જાહેર વિતરણ વ્યવસ્થામાં સીબીડીસી(ડિઝિટલ કરન્સી)ના અમલીકરણથી ગરીબ ગ્રાહકોની વ્યવહારો મુશ્કેલીઓ વધવાની શકયતાઓ સેવાઈ રહી છે.
મહિસાગર જિલ્લામાં એનએફએસએ હેઠળ સરકારી અનાજ મેળવતા રાશનકાર્ડ ધારકો માટે સીબીડીસી યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના માટે રાજયના તમામ દુકાનદારો સહિત જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર સાથે ઓનલાઈન વીસીથી રાજયના પુરવઠા સચિવ દ્વારા કામગીરી કરવા પર ભારપુર્વક જણાવ્યુ હતુ. ગાંધીનગરના આદેશને લઈને જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારો દ્વારા ફરજિયાત સીબીડીસી કરવા માટે આદેશ કર્યા છે. સીબીડીસીની કામગીરી વીસીઈને સોંપવામાં આવેલ છે. જેને રેશનકાર્ડ દીઠ .૨૦ મહેનતાણું ચુકવશે. જયારે દુકાનદારોને એક પાઈ પણ મળશે. નહિ આ કામગીરીને મહિસાગર જિલ્લા પ્રમુખ નિલેશ પટેલે સરકારની નિતીનો વિરોધ કર્યો છે.