લુણાવાડાના ઉંદરા ગામ મકાનમાં આગ લાગતા ધરવખરી, અનાજ બળીને ખાખ

લુણાવાડા તાલુકામાં આવેલા ઉંદરા ગ્રામ પંચાયત વિસ્તારના શેરો ફળિયાના રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની દુ:ખદ ઘટના બની હતી. રહેણાંક મકાનમાં રહેલી ઘરવખરી, અનાજ તેમજ પશુઓ માટેનો ઘાસચારો તેમજ જીવનજ‚રી તમામ કિંમતી કાગળો અને ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

આગ શાંત થયા બાદ જ્યારે પરિવારજનોએ પોતાના બળી ગયેલા આશિયાના તરફ જોયું, ત્યારે તેમની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી હતી. જ્યારે ભાજપ અગ્રણી સંજયભાઈ બારીયા, અજયભાઈ દરજી સહિત આ વિસ્તારના અગ્રણીઓ સ્થળ પર પહોંચીને માનવતાના ધોરણે પીડિત પરિવારને રૂ. ૧૧,૦૦૦ની તાત્કાલિક સહાય પૂરી પાડી હતી.

લુણાવાડા તાલુકાના ઉંદરા ગામના શેરો ફળિયામાં આવેલ રહેણાંક મકાનમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સદનસીબે આ ગોઝારી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પોતાની નજર સામે જ આખું ઘર અને સંસાર વેરવિખેર થતો જોઈને પીડિત પરિવારજનોમાં ભારે આક્રંદ અને કરુણતા છવાઈ ગઈ હતી.આ બનેલી આગની ઘટનામાં ઘરવખરી, અનાજ તેમજ પશુઓ માટેનો ઘાસચારો બળી જતા આ ત્રણેય પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.આગ શાંત થયા બાદ જ્યારે પરિવારજનોએ પોતાના બળી ગયેલા આશિયાના તરફ જોયું, ત્યારે તેમની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી હતી. ખાવા માટે અનાજનો એક દાણો કે પહેરવા માટે વસ્ત્ર પણ ન બચતાં આ પરિવાર ભારે આર્થિક અને માનસિક મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ ઉંદરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ગામના સ્થાનિક અગ્રણીઓને સાથે રાખીને તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે ઘટનાસ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને પંચકેસ સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, બનાવની જાણ થતાં જ ભાજપ અગ્રણી અને નમનાર તાલુકા પંચાયત સદસ્ય સંજયભાઈ બારીયા, ભાજપ અગ્રણી અજયભાઈ દરજી સહિત આ વિસ્તારના અન્ય અગ્રણીઓ સ્થળ પર પહોંચ્યા હતા.અગ્રણીઓએ પીડિત પરિવારોને રૂબરૂ મળીને સાંત્વના આપી હતી અને આ મુશ્કેલ ઘડીમાં તેમની સાથે અડીખમ ઊભા રહેવાની ખાતરી આપી હતી. સાથે અસરગ્રસ્ત પરીવારને તાત્કાલિક રાહતરૂપે રૂ. ૧૧,૦૦૦ ની રોકડ નાણાકીય સહાય કરવામાં આવી હતી, આ આગની બનેલી ઘટનામાં આ પરિવારની માથા પરની છત છીનવાઈ જવાની સાથે જ ઘરમાં રાખેલું અનાજ, પીવાનું પાણી ભરવાના વાસણો, કપડાં અને પશુઓ માટેનો ઘાસચારો બળીને રાખ થઇ જતાં તદ્દન નિરાધાર બન્યા છે. “હવે આગામી દિવસોમાં ક્યાં રહેવું અને પરિવારનું પેટ કેવી રીતે ભરવું?” તેવા વિકટ સવાલો વચ્ચે પરિવારજનોની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. સમગ્ર સંસાર ફરીથી શૂન્યમાંથી ઊભો કરવાનો હોવાથી આ પરિવાર ભારે ચિંતાના વાદળો વચ્ચે આશાભરી નજરે સરકારી સહાયની રાહ જોઈ રહ્યા છે.