
પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડરે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કબૂલાત કરી હતી કે છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં “અજાણ્યા બંદૂકધારીઓ” દ્વારા સંગઠન સાથે જાડાયેલા ૩૦ થી વધુ આતંકવાદીઓની હત્યા કરવામાં આવી છે. આ હત્યાઓ મુખ્યત્વે રાવલકોટ, રાવલપિંડી, કરાચી, પેશાવર અને મુઝફ્ફરાબાદ જેવા વિસ્તારોમાં કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોમાં, લશ્કર-એ-તોયબાના ટોચના કમાન્ડર રિઝવાન હનીફે આ હત્યાઓ માટે સીધા ભારતીય ગુપ્તચર એજન્સીઓને દોષી ઠેરવ્યા છે. જા કે, ઇÂન્ડયા ટીવી ડિજિટલ આ વીડિયોની સત્યતા સ્વતંત્ર રીતે ચકાસી શકતું નથી.
વાયરલ ક્લીપમાં, લશ્કર-એ-તોયબાના કમાન્ડર હનીફને કહેતા સાંભળી શકાય છે કે, “ભારતીય ગુપ્તચર એજન્સીઓએ તેમને અહીં આઝાદ કાશ્મીરમાં પણ શાંતિથી રહેવા દીધા નહીં. તેઓએ તેમના એજન્ડાના ભાગ રૂપે તેમની હત્યા કરી. આ પહેલો કિસ્સો નથી. હકીકતમાં, છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં આવી ૩૦ થી વધુ ઘટનાઓ બની છે.”તેમણે વધુમાં કહ્યું, “કેટલાક પેશાવરમાં માર્યા ગયા, કેટલાક કરાચીમાં, કેટલાક રાવલપિંડીમાં, કેટલાક રાવલકોટમાં અને કેટલાક મુઝફ્ફરાબાદમાં. તેમનો વાંક શું હતો? તેમનો એકમાત્ર વાંક એ હતો કે તેઓ અલ્લાહમાં માનતા હતા.”રે તે સ્પષ્ટ નથી કે આ વિડિઓ ક્્યાં અને ક્યારે શૂટ કરવામાં આવ્યો હતો
કેટલાક અહેવાલો દાવો કરે છે કે આ ક્લિપ આ વર્ષે મે મહિનામાં પીઓકેમાં લશ્કર આતંકવાદીઓને સંબોધતી વખતે રેકોર્ડ કરવામાં આવી હતી. આ પહેલી વાર છે જ્યારે લશ્કરના કોઈ આતંકવાદીએ જાહેરમાં સ્વીકાર્યું છે કે તાજેતરના દિવસોમાં તેના ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. પાકિસ્તાને સતત આ હુમલાઓ માટે ભારતને દોષી ઠેરવ્યું છે, જેનો નવી દિલ્હી સતત ઇનકાર કરે છે.
ભારતે પાકિસ્તાનની જમીન પર લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોને આશ્રય આપવા બદલ આકરી ટીકા કરી છે. તાજેતરમાં, જૂનમાં, લશ્કરના સ્થાપક હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદને ઇસ્લામાબાદમાં અંતિમ સંસ્કારમાં હાજરી આપતા દર્શાવવામાં આવ્યા હતા, જે ભારતના દાવાને વધુ મજબૂત બનાવે છે કે પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન રહ્યું છે.યુએસ કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય અહેવાલોએ પાકિસ્તાનની તેની ધરતી પર કાર્યરત આતંકવાદી જૂથો સામે નિષ્ક્રિયતા બદલ ટીકા કરી છે. આમ છતાં, પાકિસ્તાન આતંકવાદીઓ સામે નક્કર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે.