ખાનપુર તાલુકામાં બાકોર ગામમાં પોસ્ટ ઓફિસ પાસે આવેલ સરકારી પુસ્તકાલયની હાલત ખંડેર જેવી થઈ ગઈ છે. વર્ષોથી જાળવણીના અભાવે પુસ્તકાલયની ઈમારત જર્જરિત બની છે.
બાકોર ગામના જાગૃત નાગરિક કમલભાઈ ચોૈધરી અને સ્થાનિક લોકોનુ કહેવુ છે કે, જો આ પુસ્તકાલયને ફરીથી ચાલુ કરવામાં આવે તો ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તેમજ સામાન્ય જનતાને વાંચન માટે મહત્વપુર્ણ સુવિધા મળી શકે તેમ છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આ પુસ્તકાલય ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે. ગ્રામજનો દ્વારા સંબંધિત વિભાગ અને સત્તાધિશોને વિનંતી કરવામાં આવી છે કે, પુસ્તકાલયની તાત્કાલિક મરામત કરી તેને ફરી કાર્યરત કરવામાં આવે જેથી બાકોર ગામના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો તેનો લાભ લઈ શકે.