કાલોલના અડાદરા ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા સગીર સહિત ૫ ઈસમો રૂ. ૩૪,૮૪૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા

કાલોલ તાલુકાના અડાદરા ગામે ‚પલ હોસ્પિટલ પાસે આવેલા ખુલ્લા ખેતરમાં મોબાઈલની ફ્લેશ લાઈટના અજવાળે પાના-પત્તાનો હાર-જીતનો જુગાર રમી રહેલા પાંચ ઈસમોને વેજલપુર પોલીસે બાતમીના આધારે રેડ પાડીને ઝડપી પાડ્યા છે.

વેજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે અડાતરા ગામે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન ઘટનાસ્થળેથી પાના-પત્તા વડે જુગાર રમતા ૫ ઈસમો ઝડપાયા હતા. પોલીસે દાવ પરથી રોકડા રૂ ૫૨૭૦/-, અંગ ઝડતી માંથી મળેલ રોકડા ‚.૬૪૭૦/-, ‚. ૨૨,૮૦૦/- ની કિંમતના ૪ નંગ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન તથા જુગારનું સાહિત્ય મળી કુલ રૂ.૩૪,૮૪૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પકડાયેલા આરોપીઓ…

પ્રવિણસિંહ ગોવિંદસિંહ જાદવ (ઉં.વ. ૨૨), પર્વતસિંહ બળવંતસિંહ જાદવ (ઉં.વ. ૩૯), રમેશસિંહ અર્જુનસિંહ પરમાર (ઉં.વ. ૩૨), રાજકુમાર પ્રવિણસિંહ શીંગલીયા (ઉં.વ. ૨૬) તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ઉં.વ. ૧૭ (તમામ રહે. અડાદરાતા. કાલોલ, જી. પંચમહાલ) પોલીસે આ તમામ ઈસમો વિરૂદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.