કાલોલ કુમાર શાળા ખાતેની પણ ભારત અંતર્ગત ક્લસ્ટર કક્ષાની વાર્તા કથન, વાર્તા લેખન સ્પર્ધા યોજાઈ ગઈ જેમાં કાલોલ કુમાર ક્લસ્ટરની કુલ આઠ શાળાએ ભાગ લીધો. જેમાં આઠ-આઠ શાળામાં ત્રણ અલગ અલગ સ્ટેજમાં આવેલા લગભગ 24 બાળકોએ ભાગ લીધો હતો.
આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાલોલ બીઆરસી આશિષભાઈ ગજ્જર હતા. જેમણે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને કાલોલ કુમાર સી.આર.સી. નરેન્દ્રભાઈ પરમાર અને કુમાર શાળાના આચાર્ય રાકેશભાઈ ઠાકર દ્વારા આવનાર તમામ શાળાના આચાર્ય અને બાળદેવોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જ્યાં સ્પર્ધામાં વિજેતા થયેલા પ્રથમ નંબર ખાસ કરીને મધવાસની મુવાડીની બાળકી અને કાતોલની બાળકી પ્રથમ નંબરે આવ્યા છે, જેમને તાલુકા કક્ષાએ આગળ ભાગ લેવાનો અવસર મળ્યો હતો.