
કાંકણપુર પોલીસઅ સ્ટેશન ખાતે જી.આર.ડી.તરીકે ફરજ બજાવતા કર્મીએ વિદેશી શરાબનો ૧૫ લાખનો મુદ્દામાલ ચોરી કરી બુટલેગરનો વેચી દેતા જી.આર.ડી.કર્મચારી સામે સરકારી મુદ્દામાલની ઉચાપતનો ગંભીર ગુનો નોંધાતા પોલીસ તંત્રમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર છકડીયા ગામના રહેવાસી અને કાંકણપુર પોલીસ સ્ટેશનમાં જી.આર.ડી.તરીકે ફરજ બજાવતા નરેન્દ્રભાઈ રયજીભાઈ બારીયાએ રાત્રિના સમયે પોલીસ સ્ટેશન વિસ્તારની સલામતી તેમજ માલ મિલ્કતના રક્ષણની જવાબદારી સોંપી હતી. આરોપી દ્વારા પોતાનો હોદ્દાનો દુરૂપયોગ કરી અંગત આર્થિક લાભ મેળવવાના ઈરાદે ગેરકાયેસર પ્રવૃત્તિ આચરી હતી. તપાસમાં સામે આવ્યુ છે કે, પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં વિવિધ પ્રોહિબિશન ગુનાઓમાં કબ્જે લેવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો સરકારી મુદ્દામાલ તરીકે રાખવામાં આવ્યો હતો. આરોપી સાથેના સહ આરોપી જી.આર.ડી.કિશનકુમાર લક્ષ્મણસિંહ પરમાર ક્રાઈમ રાઈટર કાંકણપુર પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં હોમગાર્ડ નરેન્દ્રભાઈ રયજીભાઈ બારીયા દ્વારા ચોરી કરાયેલ રૂ.૧૫,૨૦,૪૬૪/-ના વિદેશી દારૂ ચોરીના ગુનામાં કાંકણપુર પોલીસે જીઆરડી નરેન્દ્રભાઈ રયજીભાઈ બારીયા, જીઆરડી કિશનકુમાર લક્ષ્મણસિંહ પરમાર, અને જીઆરડી વિરલભાઈ વિક્રમસિંહ ગોહિલ અને બુટલેગર પ્રવિણસંહ રતનસિંહ પગીની ધરપકડ કરી છે. જીઆરડી કિશનકુમાર લક્ષ્મણસિંહ પરમાર કે જેમની ફરજ ક્રાઈમ રાઈટર હેડના મદદનીશ તરીકેની હોવાથી મુદ્દામાલ રૂમમાં મુકાયેલા તમામ મુદ્દામાલની જાણકારી કિશનકુમારને હતી.


