જોધપુર જેલમાં કેદ આસારામને ૧૩ વર્ષ પછી મોટી રાહત; હાઈકોર્ટે ૨૦ દિવસના પેરોલ મંજૂર કર્યા

સગીર પર બળાત્કારના આરોપમાં જોધપુર જેલમાં આજીવન કેદૃની સજા ભોગવી રહેલા ૮૭ વર્ષીય આસારામને ૧૩ વર્ષમાં પહેલી વાર ૨૦ દિવસના પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે. રાજસ્થાન હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સંજીવ પ્રકાશ શર્મા અને ન્યાયાધીશ સંજીત પુરોહિતની બનેલી બેન્ચે આદૃેશ જારી કર્યો હતો કે પેરોલ નકારવા માટે રજૂ કરાયેલી િંચતાઓનો કોઈ નક્કર આધાર રેકોર્ડ પર નથી.

આસારામનું પ્રતિનિધિત્વ કરતા વકીલ કાલુરામ ભાટી અને યશપાલ િંસહ રાજપુરોહિત હતા. સુનાવણી દૃરમિયાન, રાજ્ય સરકારે કોર્ટને જાણ કરી હતી કે પેરોલ અરજી નકારવાની ભલામણ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કરવામાં આવી હતી. પોલીસે એવી આશંકા વ્યક્ત કરી હતી કે જો પેરોલ મંજૂર કરવામાં આવે તો તે ફરાર થઈ શકે છે. સરકારે એમ પણ જણાવ્યું હતું કે રાજસ્થાનની બહાર તેમની સામે ફોજદૃારી કેસ નોંધાયેલા છે અને ગુજરાતની એક કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા છે. સરકારે કોર્ટ સમક્ષ એવી પણ દલીલ કરી હતી કે આસારામ સારવાર હેઠળ છે અને તબીબી અધિકારીએ પેરોલ માટે ફિટનેસ સર્ટિફિકેટ જારી કર્યું નથી. વધુમાં, ફરિયાદૃીના પરિવારની સલામતી અંગે ગંભીર િંચતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

જોકે, આ દલીલો પર વિચાર કર્યા પછી, હાઇકોર્ટે જણાવ્યું હતું કે આસારામ લગભગ ૧૩ વર્ષ, એક મહિનો અને ૨૪ દિવસથી જેલમાં છે. આ સમયગાળા દરમિયાન, તેમને અગાઉ વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ જામીનનો દૃુરુપયોગ, ફરાર, સમાજ કે સાક્ષીઓને પ્રભાવિત કરવા અથવા કોઈને નુકસાન પહોંચાડવાના કોઈ બનાવો નોંધાયા નથી. તેથી, ફક્ત આશંકાઓના આધારે પેરોલ નકારી શકાય નહીં. ડિવિઝન બેન્ચે, સરકાર દ્વારા વ્યક્ત કરાયેલી બધી આશંકાઓને પાયાવિહોણી ગણાવીને, આસારામને ૨૦ દિૃવસની પહેલી પેરોલ મંજૂર કરી. કોર્ટે તેમને ૫૦,૦૦૦ ના વ્યક્તિગત બોન્ડ અને ૨૫,૦૦૦ ના બે સક્ષમ જામીનદૃારો ભરવાની શરતે મુક્ત કરવાનો આદૃેશ આપ્યો હતો. નિર્ધારિત સમયગાળો પૂર્ણ થયા પછી, તેમણે નિયમો અનુસાર જેલમાં પાછા રિપોર્ટ કરવાની જ‚ર રહેશે.