જસદણમાં દેહવ્યાપારનો પર્દાફાશ: અમર ગેસ્ટ હાઉસમાંથી સંચાલક સહિત ૩ ઝડપાયા

જસદણ શહેરમાં પ્રથમ વખત ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહવ્યાપારના નેટવર્કનો પર્દાફાશ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. નવા બસ સ્ટેન્ડ નજીક આવેલા અમર ગેસ્ટ હાઉસમાં પોલીસે મોડી રાત્રે રેડ કરીને એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, જસદણ પોલીસને લાંબા સમયથી ગેસ્ટ હાઉસમાં ગેરકાયદૃેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ આધારે પોલીસે ગત મોડી રાત્રે અચાનક રેડ કરી હતી. રેડ દૃરમિયાન ગેસ્ટ હાઉસમાંથી શંકાસ્પદૃ પરિસ્થિતિમાં એક મહિલા મળી આવી હતી.

પોલીસે સ્થળ પરથી ગેસ્ટ હાઉસના સંચાલક અને કર્મચારી સહિત કુલ ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને લોકોમાં ભારે ચર્ચા જાગી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગેસ્ટ હાઉસની આડમાં લાંબા સમયથી દૃેહવ્યાપારનો ધંધો ચાલી રહૃાો હતો. પોલીસ હવે આ રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે તપાસનો દૃોર વધારી રહી છે.

પોલીસે ગેસ્ટ હાઉસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ડીવીઆર કબજે કર્યા છે. આ ફૂટેજના આધારે ગેસ્ટ હાઉસમાં આવતા-જતા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. સાથે જ અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા માટે સઘન પૂછપરછ ચાલી રહી છે.