
ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભારે રાજકીય હલચલ શરૂ થઈ છે. આ વચ્ચે વિવિધ નેતાઓના સ્ટેજ પરથી ભાષણ અને બયાનબાજીઓ પર સૌ કોઈની નજર રહેતી હોય છે, ત્યારે કેટલાક જાહેર મંચ પર આપેલા કેટલાક નેતાઓના નિવેદૃનો ભારે ચર્ચાનો મુદ્દો બનતા હોય છે. આવી જ રીતે ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે ભાજપ નેતાએ આપેલું એક નિવેદન હાલ ભારે ચર્ચાસ્પદ બન્યું છે.
વિગતે વાત કરીએ તો, ખેડાના નડિયાદમાં એરિયા કોલેજીસ રિટાયર્ડ સ્ટાફ એસોસિયેશનનો રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના નેતા વિપુલ પટેલે કાર્યક્રમના મુખ્ય મહેમાન હાજરી આપી હતી. જ્યાં તેઓએ સ્ટેજ પર સ્પીચ આપતા જાહેરમાં કહૃાું કે, છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં પિયા બનાવ્યા છે. તેમના આ નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.
જાહેરમાં નિવેદૃન આપતા ભાજપ નેતા વિપુલ પટેલે કહૃાું હતું કે, મેં ભણવામાં ખૂબ મહેનત કરી, સારામાં સારો ધંધો કર્યો, મને સારો હોદ્દો પણ મળ્યો અને મેં સારા પિયા બનાવ્યા. અન્ય કોઈ નેતા તમને નહીં કહે, પણ હું છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં પિયા બનાવ્યા છે. ત્યારે વિપુલ પટેલના આ નિવેદન વાયરલ થતાં ખેડા જિલ્લામાં રાજકારણમાં ચર્ચા જાગી છે. કેટલાક લોકો આને નિર્ભય સ્વીકાર ગણાવી રહૃાા છે, જ્યારે કેટલાક દ્વારા આ નિવેદૃન પર ટીકા પણ કરવામાં આવી રહી છે.