હેબિયસ કૉર્પસથી સગીરા મળી, દુષ્કર્મ પીડિત ૧૪ વર્ષીય બાળકીના ગર્ભપાતને હાઈકોર્ટની મંજૂરી

ગુજરાત હાઈકોર્ટમાં દાહોદ જિલ્લાની ૧૪ વર્ષ અને ૦૬ મહિનાની દુષ્કર્મ પીડિત સગીરાના ગર્ભપાત મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદૃો આવ્યો છે. કોર્ટે માનવીય અભિગમ અપનાવી સગીરાને થયેલા અન્યાય અને તેના આરોગ્યને ધ્યાનમાં રાખી ગર્ભપાત માટે મંજૂરી આપી છે. મેડિકલ રિપોર્ટ મુજબ સગીરાને હાલ ૧૫ સપ્તાહનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.

કેસની શ‚આત દૃાહોદૃના ધાનપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદથી થઈ હતી. સગીરા સાથે દૃુષ્કર્મ આચરનાર આરોપી સામે આઇપીસી તેમજ પોક્સો એક્ટની ગંભીર ધારાઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દૃરમિયાન કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં સગીરાનું ફરી અપહરણ થઈ જતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી, જે સંદર્ભે ધાનપુર પોલીસ મથકે નવી ફરિયાદૃ નોંધાઈ હતી.

સગીરાને સદૃેહે કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટના આદૃેશ બાદ સગીરા મળી આવી હતી. કોર્ટ સમક્ષ સગીરાએ સ્પષ્ટ રીતે પોતાના માતા-પિતા સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેને કોર્ટ દ્વારા નોંધવામાં આવી હતી. ત્યારબાદૃ સગીરાના ગર્ભપાત માટે ફરીથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટે દાહોદ સિવિલ હોસ્પિટલને સગીરાની ફરી મેડિકલ તપાસ કરવા આદૃેશ આપ્યો હતો. આ મેડિકલ રિપોર્ટ આજે (બુધવાર) કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં સગીરાને ૧૫ સપ્તાહનો ગર્ભ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે અરજદાર ના વકીલ મૌલિક સોનીએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટે પોતાના અવલોકનમાં સ્પષ્ટ કર્યું હતું કે સગીરા દૃુષ્કર્મ પીડિતા છે અને તેની શારીરિક-માનસિક સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કોર્ટએ દાહોદની યોગ્ય ખાનગી હોસ્પિટલને સગીરાની સંમતિ અને તબીબી સલાહના આધારે ગર્ભપાત અંગે અંતિમ નિર્ણય લેવા સૂચના આપી હતી. સાથે જ ગર્ભપાત પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવા પણ આદૃેશ આપ્યા હતા.

કોર્ટએ વધુમાં જણાવ્યું હતું કે, જો બાળક જીવતું જન્મે અને સગીરા તેને રાખવા ઈચ્છા વ્યક્ત કરે, તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ જ‚રી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે જ ગર્ભની પેશીના ડ્ઢદ્ગછ સેમ્પલ તપાસ માટે તપાસ અધિકારીને સોંપવાના આદૃેશ પણ આપવામાં આવ્યા હતા, જેથી આરોપ સામે પુરાવા મજબૂત બની શકે.

ઉલ્લેખનીય છે કે સગીરા અગાઉ પહેલી વખત ઘરેથી ભાગી ગઈ હતી, તે સમયે તેના વાલીઓ દ્વારા તેની યોગ્ય કાળજી અને સુરક્ષા રાખવાની બાંહેધરી કોર્ટ સમક્ષ આપવામાં આવી હતી. સાથે જ પ્રોબેશન ઓફિસરને સગીરાની નિયમિત મુલાકાત લઈને તેની સ્થિતિ પર નજર રાખવાની જવાબદૃારી પણ સોંપવામાં આવી હતી.

સગીરાએ શ‚આતથી જ ગર્ભ રાખવા ઈચ્છતી નથી તેવી સ્પષ્ટ રજૂઆત કરી હતી. તેના આધારે ગર્ભપાત માટે કોર્ટની પરવાનગી માગતી અરજી દાખલ કરવામાં આવી હતી. સમગ્ર મેડિકલ અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો છે, અને સગીરાના હિતને કેન્દ્રમાં રાખતો માનવીય નિર્ણય આપ્યો છે.